લોકગાયક કિર્તીદાન ગઢવીએ ફરી વિદેશની ધરતી પર ગુજરાતનું ગૌરવ વધાર્યું, આ સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
ગુજરાતના લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવી છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત સ્થાનિક લોકોને પોતાના ગરબા, લોકગીતો અને ડાયરાઓમાં ઝૂમાવી રહ્યાં છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતના લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવી છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ સહિત સ્થાનિક લોકોને પોતાના ગરબા, લોકગીતો અને ડાયરાઓમાં ઝૂમાવી રહ્યાં છે. ત્યારે લોકગાયક કીર્તિદાન ગઢવીનું રાજકોટમાં અભિવાદન થશે. અમેરિકાની ધરતી પર અઢી માસ જેટલો સમય રહી ગુજરાતી કલાકાર કીર્તિદાન ગઢવી કીર્તિ પ્રસરાવી કર્મભૂમિ રાજકોટ આજે આવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી રાજકોટ આવી રહ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. કીર્તિ દાન 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે. જેના કારણે કિર્તીદાનને યૂએસ વર્લ્ડ રેકોર્ડ કરતી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. રાજકોટની વિવિધ સંસ્થા અને કલાજગતના લોકો આજે બપોરે ત્રણ વાગ્યે કીર્તિદાનનું એરપોર્ટ પર અભિવાદન કરશે.
અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. વિશ્વભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન મોખરે સ્થાન ધરાવે છે. વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાં જ જુદા જુદા ક્ષેત્રે કામ કરી રહી છે જેમાં અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમ કે વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક સર્વિસ આપવામાં આવે છે. જેના કારણે ન્યુજર્સીમાં કીર્તિદાન ગઢવી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
દાહોદમાં છ સંતાનોની માતા 14 વર્ષના પ્રેમી સાથે ભાગી ગઈ! પોલીસ પણ વિચારમાં પડી કે સાલુ આવો કેવો પ્રેમ છે!
અત્રે નોંધનીય છે કે, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાનનું સન્માન કરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ કર્યા હતા. તેઓ આ કાર્યક્રમો દ્વારા આવનારા દિવસોમાં અનેક યોજના થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સાથે કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં તેઓનું નામ સામેલ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
લગ્નમાં સુરતના પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ લગ્નસ્થળે મચાવ્યો હોબાળો, જાણો શું હતું કારણ?
અત્રે નોંધનીય છે કે, કિર્તીદાને ગાયેલી જાણીતી રચના તેરી લાડકી... ઘર ઘરમાં વાગતા ગીતોમાં સ્થાન ધરાવે છે. વજ્ર જેવા કઠણ હ્રદયવાળો વ્યક્તિ પણ આ ગીત સાંભળીને પીગળી જાય છે. 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી આ રચના રજૂ કરી હતી. આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જે ના માતા પિતા આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી. આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube