સુરતના પૂર્વ મેયર નીરવ શાહના દીકરાએ લગ્ન પ્રસંગમાં હોબાળો મચાવ્યો, કારણ હતું માત્ર કારનું હોર્ન...

લગ્ન પ્રસંગના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કારનું હોર્ન વગાડતા વિવાદ થયો હતો. યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર મારતા વિવાદ વધુ વકર્યો હતો.

Updated By: Nov 29, 2021, 10:45 AM IST
સુરતના પૂર્વ મેયર નીરવ શાહના દીકરાએ લગ્ન પ્રસંગમાં હોબાળો મચાવ્યો, કારણ હતું માત્ર કારનું હોર્ન...

ચેતન પટેલ/ સુરત: શહેરમાં પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ હોબાળો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. લગ્ન પ્રસંગના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ કારનું હોર્ન વગાડતા વિવાદ થયો હતો. યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને માર મારતા વિવાદ વધુ વકર્યો હતો. ઘટના બાદ પૂર્વ મેયરે ઘટના સ્થળે પહોંચી પોલીસ બોલાવી હતી. જો કે પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાએ હોબાળો મચાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં લગ્નસરાની સીઝન ચાલી રહી છે. આજે સુરતમાં એક લગ્નપ્રસંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેના કારણે  સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થયો હતો. તે જ વખતે સર્વિસ રોડ પરથી પૂર્વ મેયર નીરવ શાહના પુત્ર પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિકના કારણે પૂર્વ મેયર નીરવ શાહના પુત્રએ તેમની કારનું હોર્ન વગાડ્યું હતું, જેના કારણે જાનૈયા અને તેમની વચ્ચે વિવાદ થયો હતો.

No description available.

લગ્નોમાં હાજરી આપવા આવેલા યુવાનો અને પૂર્વ મેયરના દીકરા વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ યુવાનોએ પૂર્વ મેયરના દીકરાને કારમાંથી બહાર કાઢીને માર મારતા વિવાદ વધુ વકર્યો હતો. ઘટના બાદ પૂર્વ મેયર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાબતતોડ પોલીસ બોલાવી હતી. જો કે, પોલીસ આવતા જ પૂર્વ મેયરના દીકરાને જાણે શૂરાતન ચઢ્યું હોય તેમ ફરી હોબાળો મચાવ્યો હતો. 

છેલ્લે મળતી માહિતી પ્રમાણે પૂર્વ મેયર નીરવ શાહના પુત્ર અને જેના લગ્ન પ્રસંગમાં હોબાળો થયો હતો તે બન્ને પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube