અમદાવાદઃ રવિવારે રાત્રે અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સતત ચાર કલાક સુધી વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે ફરી વરસાદ શરૂ થયો હતો. અમદવાદના પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના ઘણા વિસ્તારમાં તો 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રવિવારે સાંજે શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ભારે વરસાદની સ્થિતિ જોતા તમામ ગાર્ડન બંધ
અમદાવાદમાં રવિવારે સાંજથી મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં શહેરમાં આવેતા તમામ ગાર્ડન વરસાદને કારણે બંધ રાખવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં જળબંબાકાર, અનેક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા, વાહનો ડૂબી ગયા, જુઓ તસવીરો


નોંધનીય છે કે ગૌરી વ્રત પણ ચાલી રહ્યું છે. જેના કારણે ગાર્ડનમાં ભીડ થવાની સંભાવનાને જોતા કોર્પોરેશને તમામ ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો વરસાદને કારણે ઘણા બાગ-બગીચામાં પાણી પણ ભરાયા છે. આગામી આદેશ સુધી શહેરના તમામ ગાર્ડન બંધ રહેશે. 


શહેરમાં ભારે વરસાદને કારણે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ઔડાના તળાવની પાળ તૂટી હતી. જેથી વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાય ગયા હતા. પાણીને કારણે બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારો ડૂબી ગઈ હતી. તો શહેરમાં ઘણા અન્ડરબ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સવાર સુધી રસ્તાઓ પર પાણી હોવાને કારણે નોકરીએ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube