અમદાવાદમાં જળબંબાકાર, અનેક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા, વાહનો ડૂબી ગયા, જુઓ તસવીરો

અમદાવાદઃ રવિવારે રાત્રે અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સતત ચાર કલાક સુધી વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે ફરી વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના ઘણા વિસ્તારમાં તો 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રવિવારે સાંજે શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

1/5
image

અમદાવાદના વાસણા, પાલડી, એલિસબ્રિજ વિસ્તારમાં તો 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તો વાડજ, ઇનકમટેક્સ, આશ્રમ રોડ જેવા વિસ્તારમાં 14 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરપાસમાં પાણી ભરાવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા હતા. 

2/5
image

વાસણા વિસ્તારમાં આવેલા દેવાસ એપાર્ટમેન્ટમાં તો વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. વરસાદ એટલો વધારે હતો કે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક કરેલી કારો પણ ડૂબી ગઈ હતી.   

3/5
image

લોકોના ઘરમાં પાણી ભરાવાને કારણે અનેક મુશ્કેલી ઉભી થઈ હતી. તો ભારે વરસાદની આગાહીને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. હજુ પણ વરસાદ પડશે તો લોકોની મુશ્કેલીમાં સતત વધારો થવાનો છે. 

4/5
image

5/5
image