• સોમનાથ ટ્રસ્ટ ભોજનાલયમાં કાર્તિકી પૂર્ણિમા નિઃશુકલ ભોજન વ્યવસ્થા શરૂ

  • દિવાળીનો તહેવાર હોવાથી શ્રદ્ધાળુઓને મીઠાઈ પણ પિરસવામાં આવશે 


ઝી મીડિયા/બ્યૂરો :સોમનાથ તીર્થ (somnath temple) માં ખાનગી દાતાઓના સહયોગથી નવા વર્ષથી કાર્તિકી પૂર્ણિમા સુધી સોમનાથ ટ્રસ્ટના ભોજનાલયમાં શ્રદ્ધાળુઓને વિનામુલ્યે ભોજન સુવિધા આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ ટ્રસ્ટ (somnath trust) ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે, તારીખ 5 નવેમ્બર નૂતન વર્ષના દિવસથી તારીખ 18 નવેમ્બર કાર્તિકી પૂર્ણિમા સુધી ખાનગી દાતાના સહયોગથી સોમનાથ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવશે. આ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટના શ્રી અહલ્યાબાઈ મંદિરની સામે આવેલ ભોજનાલય ખાતે ગોઠવવામાં આવી છે. ભોજનાલયનો સમય સવારે 11.00 થી 3.00 અને સાંજે 7.00 થી 11.00 નો રહેશે. જેમાં સવારે ભોજનમાં બુંદી, ગાંઠીયા, રોટલી, બે શાક, દાળભાત, સંભારો, છાશ યાત્રીઓને પીરસવામાં આવશે. જ્યારે રાત્રિના સમયે સ્વીટ, કઢી-ખીચડી, શાક, રોટલી, સંભારો, છાશ, ભોજન પ્રસાદીમાં પીરસવામાં આવશે.