અમદાવાદ :ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવી રહેલા વાયુ વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામા આવી રહી છે. વાયુ વાવાઝોડાની તીવ્રતા ધીરે ધીરે વધી રહી છે, જેના પગલે સૌરાષ્ટ્રના 10 જેટલા જિલ્લાના ગામોમાંથી સ્થળાંતર કરવામા આવી રહ્યું છે. અસરગ્રસ્ત નાગરિકોને રાહત સામગ્રી પહોંચાડવા માટે અન્ય શહેરના લોકો મદદે આવી રહ્યાં છે. અનેક સેવાભાવી સંસ્થાઓ પણ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ આપવાનું શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભયાનક ‘વાયુ’ના લેટેસ્ટ અપડેટ : વેરાવળથી વધુ નજીક પહોંચ્યું વાવાઝોડું, અંતર માત્ર 290 કિમી


વડોદરામાં તૈયાર કરાયા 1 લાખ ફૂડ પકેટ
વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને આ કામગીરી હજી પણ ચાલુ છે. ત્યારે આ લોકોને પૂરતુ ફૂડ મળી રહે તે માટે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામા આવ્યા છે. જેમાં બિસ્કીટના પેકેટ અને પાણીની બોટલોના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રકો ભરીને ફૂડ પેકેટ્સ તૈયાર રાખવામા આવ્યા છે. સરકારમાંથી જેવી સૂચના મળશે કે તરત જ ટ્રકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં રવાના કરવામાં આવશે.


રાજકોટની બોલબાલા સંસ્થાના સિનિયર સિટીઝનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2500 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. અને આજના દિવસે કુલ 10,000 થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે. તમામ ફૂડ પેકેટ જરૂરિયાત અસરકારક વિસ્તારમાં મોકલવામાં આવશે.


માત્ર 13 જૂને જ નહિ, સોમવાર સુધી ‘વાયુ’ ગુજરાતનો જીવ અદ્ધર રાખશે


મુખ્યમંત્રીએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’


ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, પાંચ લાખ ફૂડ પેકેટો પણ તૈયારી રાખવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ ધાર્મિક સામાજિક અને એનજીઓને સામાજિક સેવાના ભાગરૂપે તેમની કામગીરી કરવા માટે અપીલ કરાઈ છે. એરફોર્સને પણ વિનંતી કરવામાં આવી છે કે, જરૂરિયાત પ્રમાણે જ ફૂડ પેકેટ પહોંચાડવા માટે અન્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે અથવા નાગરિકોને ખસેડવા માટે અને હેલિકોપ્ટરની જરૂર કે વિમાનની સુવિધા તૈયાર રાખે તેવી સૂચના આપે.