મુખ્યમંત્રીએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી. તેના બાદ અસરગ્રસ્ત એવા 10 જિલ્લાના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. 

મુખ્યમંત્રીએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી. તેના બાદ અસરગ્રસ્ત એવા 10 જિલ્લાના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. તેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે હાથ જોડીને વિનંતી કરી કે, વહીવટી તંત્ર દ્વારા થતા સ્થળાંતર માટે જે નિર્ણય લેવામાં આવે તેનો લોકો અમલ કરે. તેમજ સ્થળાંતરની કામગીરીમાં સહકાર આપે.

મુખ્યમંત્રીએ સ્થળાંતર કરી લેવાની અપીલ કરી
વાવાઝોડા વિશે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, એક દિવસ સુધી વાવાઝોડાની અસર રહેશે. આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે. અમે હાલ બેઠકમાં વ્યવસ્થાની ચર્ચા કરી છે. આગોતરું આયોજન કર્યું છે. વાવાઝોડાની ઝડપ સામે સ્થળાંતર કરવાની ઝડપની ચેલેન્જ છે. એ વહેલા થાય તેવુ અમે ધ્યાન રાખી રહ્યાં છે. તેમણે લોકોને અપીલ કરી કે, એક દિવસ ઘર છોડવું પડે તો કંઈ નહિ ગુમાવો. કારણ કે, વાવાઝોડુ મધરાતે ત્રાટકવાનું છે. વીજળી પણ ગુલ થાય તેવી સક્યતા છે. આવા સમયે અંધારામાં ફાંફા ન મારવા પડે, તેથી ગંભીરતા લઈને 10 જિલ્લાના નાગરિકોનો વિનંતી કરું છું કે, સ્થળાંતરમાં સાથ આપો. વાવાઝોડાની તીવ્રતા વધતા દરિયાના મોજા
ઉંચા ઉછળશે. તેથી દરિયા કાંઠાના ગામાં પાણી ભરાશે. વરસાદનુ પણ પાણી ભરાશે. તેથી તમામ ગામોએ શિફ્ટ કરવું. પાકા મકાનોવાળાઓએ પણ શિફ્ટ કરવું. એક પણ વ્યક્તિની જાનહાનિ ન થાય એ જ આપણી સફળતા બનશે. તેથી હું પ્રજાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે, લોકો સલામત સ્થળે સ્થળાંતર કરો તેવી મારી દર્દભરી અપીલ છે. તેમણે કહ્યું કે, પોતાના પશુઓને રાત્રે બાંધી ન રાખો. પૂરમાં અનેક પશુઓ તણાયા હતા. આવામાં તમારા પશુઓનું પણ સ્થળાંતર કરો. 

1 લાખ 20 હજાર લોકોને શિફ્ટ કરાયા
હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 લાખ 20 હજાર લોકો શિફ્ટ થયા છે. બપોર સુધી મોટાભાગના લોકો શિફ્ટ થશે. સાંજ પછી આ વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ગૃહમંત્રી પણ ગુજરાતની ચિંતામાં છે. તમામ લોકો સહકાર આપવા આવી ગયા છે. તમામ તંત્ર આપણી સાથે તૈયાર છે, ત્યારે લોકો પણ સાથ આપે. 10 જિલ્લાના આજુબાજુના તમામ વિસ્તારોના મજૂરોને પણ કામ પર નહીં જવાની સૂચના આપવામાં આવી છે. તમામ વિસ્તારો બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. બંદરો ઉપરની તમામ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે.

રાત્રે 3 વાગે ટકરાશે વાવાઝોડું
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે હાલમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, વાયુ વાવાઝોડું વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે. પહેલા આ વાવાઝોડુ વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનું હતું, પણ હવે વાયુએ પોતાની દિશા બદલી છે, અને હવે આ વાવાઝોડું પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. વેરાવળની પશ્વિમ ભાગે વાવાઝોડું હીટ થશે. પરંતુ વાવાઝોડીની તીવ્રતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 155-160 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે. તો પવનની ગતિ 170 કિલોમીટરની સ્પીડ પર પણ જઈ શકે છે.

વાવાઝોડાને પગલે ટ્રેન રદ કરાઈ
મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે. વાયુ વાવાઝોડાને પગલે કેટલીક ટ્રેનો રદ્દ કરાઈ છે. વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર અને ભૂજ-ગાંધીધામ જતી ટ્રેનો કેન્સલ કરાઈ છે. તમામ પેસેન્જર તથા એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરાઈ છે. સાંજે 6 વાગ્યાથી 14 જૂન સુધી વાવાઝોડાના પગલે તમામ ટ્રેનો રદ્દ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news