અમદાવાદ : સાણંદમા આંગણવાડીના 11 બાળકોને ફૂડપોઇઝનીંગની ઘટના, તંત્રમા દોડધામ
સાણંદના મોડાસર ગામની આંગણવાડીના બાળકો થયું ફુડ પોયઝનીંગની ઘટના સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે
અમદાવાદ : સાણંદના મોડાસર ગામની આંગણવાડીના બાળકો થયું ફુડ પોયઝનીંગની ઘટના સામે આવી છે. ઘટના અંગે માહિતી મળ્યા બાદ તંત્ર દોડતું થયું છે. આંગણવાડીના બાળકોને આંગણવાડીમાં ભોજન લીધા બાદ 11 બાળકોને ફુડ પોઇઝનીંગની અસર થવા પામી છે. જેના કારણે તલાટી સહિતનાં અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. જ્યાં બાળકોની સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમામ બાળકોનાં વાલીઓ પણ હોબાળો મચાવી રહ્યા છે. તેઓ તંત્ર અને ખાવાની ગુણવત્તા મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે.
અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ
ભુજમાં તીડનિયંત્રણ અને ખેતસર્વે ગયેલા તલાટી અને ગ્રામસેવકોને દવાની અસર થતા દોડધામ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોડાસર ગામની આંગણવાડીમાં 11 બાળકોને ફુટપોઇઝનીંગની ઘટના સામે આવી છે. હાલ તમામ બાળકોને સાણંદના પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે દુધ આપ્યા બાદ ફુડ પોઇઝનીંગની અસર થઇ હોવાનું સામે આવ્યું છે. હાલ તો તમામ બાળકોની સ્થિતી પ્રાથમિક સારવાર બાદ સ્થિર હોવાનું જણાવાઇ રહ્યું છે.