અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ

શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યા બાદ આજે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઓઢવ પોલીસ દોડતી થઇ છે

અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ: ઓઢવમાં ડોક્ટર પર ફાયરિંગ

અમદાવાદ : શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં બે હત્યા બાદ આજે ફાયરિંગની ઘટના બનવા પામી હતી. ઘટનાને લઈને પોલીસ ઓઢવ પોલીસ દોડતી થઇ છે . ઓઢવ વિસ્તારમાં આવેલ કુંવરબા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મુકેશ પ્રજાપતિ પર ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ બન્યા છે.

અમદાવાદના ઓઢવ વિસ્તરમાં તક્ષશિલા રોડ પાસે આવેલ પાણીની ટાંકી નજીક બે અજાણ્યા ઇસ્માઓ દ્વારા એક ડૉ મુકેશ પ્રજાપતિ પર ફાયરીગ કરવામાં આવ્યું છે . આ ફાયરીગ તક્ષશીલા રોડ ઉપર આવેલ કુંવરબા હોસ્પિટલના ડોક્ટર મુકેશ પ્રજાપતિ ઈજાગ્રસ્ત થયા હતા . મુકેશ પ્રજાપતિ હોસ્પિટલથી બેંકના કામે બપોરના સમયે  જઈ રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટના બનવા પામી હતી. અને આ ઘટના ની જાણ થતા ની સાથે પોલીસ ઘટના સ્થળ પર પહોચી તપાસ માં લાગી ગઈ હતી.

ઓઢવ પોલીસ ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ફાયરીગની ઘટના અંગત અદાવતમાં થયું હોઈ શકે છે .ત્યારે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં વિપુલ વ્યાસ નામના વ્યક્તિની પત્નીનું પ્રસ્તુતિ ની સારવાર દરમિયાન ડો મુકેશ પ્રજાપતિની હોસ્પિટલમાં મોત નિપજવા પામ્યું હતું. ત્યાર બાદ વિપુલ વ્યાસ દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશન તેની પત્નીનું મોત ડોકટરની બેદરકારી દ્વારા થઈ હોવાનું ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી . જેમાં થોડા દિવસો અગાઉ સિવિલ હોસ્પિટલમાંથી ડોકટરો જે રિપોર્ટ આવ્યો જે રિપોટના આધાર ઉપર ડોકટર મુકેશ પ્રજાપત્રીને કિલચીટ આપવામાં આવી હતી. જે બાબતે અદાવત રાખી વિપુલ વ્યાસ દ્વારા ફાયરીગ કરવામાં આવ્યું છે 

ત્યારે ફાયરીગની ઘટનાને લઈને ઓઢવ પોલીસે હાલમાં 307 મુજબ એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી વિપુલ વ્યાસની શોધખોળ શરૂ કરી છે અને પોલીસ નો દાવો છે કે નજીક ના સમયમાં જ આરોપી પોલીસ ગિરફ્ત માં આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હત્યાના એક જ દિવસ બાદ ફરી એકવાર આ ઘટના બનતા પોલીસ દોડતી થઇ છે. આ ઉપરાંત પોલીસ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news