રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર જીઆઇડીસીમાં આવેલી બોમ્બાર્ડિયાર કંપનીમાં આજે વધુ 35 જેટલા કર્મચારીઓને ફુડ પોઇઝનિંગ થયું છે. અહીં મંગળવારે રાત્રે પણ 80 જેટલા કર્મચારીઓને ફુડ પોઇઝનિંગ થયું હતું. અનેક કર્મચારીઓને ગળામાં દુખાવો, પેટમાં બળતરા, માથામાં દુખાવા જેવી ફરિયાદો કરી હતી. ત્યારબાદ કંપનીના ડોક્ટરને તાત્કાલિક બોલાવી પ્રાથમિક સારવાર અપાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો 7 જેટલા કર્મચારીઓની સ્થિતિ ગંભીર જણાતા તેને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ અચાનક ફૂડ પોઇઝનિંગ થતાં કંપનીમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. 


કંપનીએ શિફ્ટ રદ્દ કરી, કેન્ટીન બંધ કરાવ્યું
ગઈકાલે રાત્રે 80 જેટલા કર્મચારી-અધિકારીઓને ફુડ પોઇઝનિંગ થયા બાદ આજે બપોરે વધુ 35 જેટલા કર્મચારીઓ ઝપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ કંપનીએ બપોર અને રાતની શિફ્ટ બંધ કરાવી છે. આ સાથે કંપનીમાં આવેલું કેન્ટીન પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર