રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા શહેરની દુકાનોને ખોલવા માટેની છુટ આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન અનુસાર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તમામ દુકાનો ખોલી શકાશે જો કે કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. આ અંગે કેટલાક કોર્પોરેશન વિસ્તારોમાં  ઓડ ઇવનની પદ્ધતી લાગુ કરવામાં આવી છે. જેમાં એકી બેકી અનુસાર દુકાનો ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: લોકડાઉન તુ ખુલ્યું પરંતુ ધંધો નહી જાવે તેવી ચિંતાએ વેપારીની આત્મહત્યા

જો કે એકી બેકી જે દુકાનનાં રજીસ્ટ્રેશન નંબરનાં આધારે નક્કી થતું હતું તે મુદ્દેવેપારીઓમાં ભારે અસમંજસની સ્થિતી હતી. જેના કારણે રાજકોટ કોર્પોરેશન દ્વારા દરેક દુકાન પર સ્ટીકર મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 અને 2 લખેલા પીળા અને વાદળી કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે. જેથી દુકાનદારોને સ્પષ્ટતા રહે કે તેણે કયા દિવસે દુકાન ખોલવાની રહેશે. 1 નંબરની દુકાનો એકી તારીખે અને 2 નંબરના સ્ટીકર વાળી દુકાનો બેકી તારીખોએ ખુલશે. 


ખતરાની ઘંટી: જો ચોમાસુ ચાલુ થઇ ગયું તો કોરોના ઉપરાંત આ 2 બિમારીઓ વધારશે મુશ્કેલી

સ્ટીકર લગાવવાની કામગીરી મનપાના કર્મચારીઓ હાજર રહેશે.  આવતીકાલ સુધીમાં રાજકોટ શહેરનાં બજારની 65 હજાર જેટલી દુકાનો સ્ટીકર લગાવવાી કામગીરી પુર્ણ થશે.  ત્યાર બાદ સ્ટીકર મુજબ જ દુકાનો ખુલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી કાર્ડનાં આધારે દુકાનો ખુલશે તેવો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. મનપા કમિશ્નર ઉદીત અગ્રવાલે પત્રકાર પરિષદ યોજીને રાજકોટ શહેરની સ્થિતી માહિતી આપી હતી.  દુકાનો અંગે પણ માહિતી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર