ગુજરાતને કોણ કરી રહ્યું છે બદનામ! કચ્છમાં સતત 5મા દિવસે BSFને મળ્યા ડ્રગ્સના પેકેટ
કચ્છ જિલ્લો જ્યાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. સતત પાંચમાં દિવસે દરિયા કાંઠે ચરસના 10 પેકેટ મળી આવ્યા છે.
ઝી બ્યુરો/કચ્છ: કચ્છમાં બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. સતત પાંચમાં દિવસે દરિયા કાંઠે ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. પાછલા પાંચ દિવસમાં ચરસના 140 અને હેરોઈનના 3 પેકેટ મળી આવ્યા છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સુરક્ષા એજન્સીની તપાસ દરમિયાન આ ચરસના પેકેટ મળી આવ્યા છે.
ગુજરાત પોલીસમાં નોકરીની સુવર્ણ તક; આ વિભાગોમાં કરાશે ઈતિહાસની સૌથી મોટી ભરતી
ગઈકાલે (બુધવાર) ચરસના પેકેટની સાથે વિસ્ફોટક સેલ મળી આવતા તપાસ એજન્સીઓ વધુ સાવચેત બની છે. શેખરણ ટાપુ પર દરિયાઈ મોજા સાથે તણાઈ આવેલા પીળા રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. મોડી રાત્રે મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 10 પેકેટ મળી આવ્યા છે. જેના કારણે તપાસ એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
લવ જેહાદની લીલાનો પર્દાફાશ: ગુજરાતના આ 9 જિલ્લા ટાર્ગેટ, 3 મહિનામાં 16 દીકરીઓ ફસાઈ
ચરસના પેકેટની સાથે વિસ્ફોટક સેલ પણ મળી આવ્યો હતો
કચ્છના દરિયાકાંઠેથી છેલ્લા એક સપ્તાહની અંદર 140થી વધારે ચરસના પેકેટ દરિયાકિનારેથી મળી આવ્યા છે. જખૌ નજીકથી બે દિવસમાં 50થી વધુ ચરસના પેકેટ જપ્ત કરાયા છે.
ગુજરાતના વકીલો માટે ખુશખબર: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનથી અવારનવાર દરિયામાં તણાઈને પ્લાસ્ટિકના કોથળામાં 10-10ના પેકેટની પેકિંગમાં કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતા હોય છે. જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુ પર વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.