ગુજરાતના વકીલો માટે ખુશખબર: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા

દેશમાં સુપ્રીમકોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દરરોજ મહત્વના ચુકાદા આપે છે. જેની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડશે.

 ગુજરાતના વકીલો માટે ખુશખબર: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા

આશ્કા જાની/અમદાવાદ: ગુજરાતમાં વકીલોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે રાજ્યના વકીલોને હાઇકોર્ટના મહત્વના નિર્ણયોની રોજેરોજ જાણકારી મળી રહે તેના માટે એક મોબાઈલ એપ લાવશે. 

ગુજરાત બાર કાઉન્સિલ રાજ્યના વકીલોનેહાઇકોર્ટના મહત્વના નિર્ણયોની રોજેરોજ જાણકારી આપતી મોબાઈલ એપ લાવશે. જી હા...ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને ભાજપ લીગલ સેલના સભ્ય જે.જે.પટેલે જણાવ્યું હતું કે દેશના નાગરિકોને ન્યાયતંત્ર પર શ્રદ્ધા છે. દેશની મજબૂતી ન્યાયતંત્રની મજબૂતીને આધારે જ નક્કી થાય છે. 

દેશમાં સુપ્રીમકોર્ટ અને જુદા-જુદા રાજ્યની હાઇકોર્ટ દરરોજ મહત્વના ચુકાદા આપે છે. જેની અસર સમાજના દરેક વ્યક્તિને થતી હોય છે. આ વાત તે વ્યક્તિ સુધી પહોંચાડવા વકીલોએ પણ અપડેટ રહેવું પડશે. નાગરિકોને અદાલતના લોકોને સ્પર્શતા ચુકાદાની માહિતી અને સસ્તા ન્યાયનો લાભ જરૂરી છે. 

સુપ્રીમ કોર્ટ અને વડી અદલાતોના મહત્વના ચુકાદાની જાણકારી વકીલોને હોવી જ જોઈએ તો જ તે નાગરિકોને ઝડપી સસ્તો ન્યાય અપાવી શકશે. વકીલોને અપગ્રેડ કરવા બાર કાઉન્સિલોએ અલગ ભંડોળ રાખવું પડશે. તેમજ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વકીલોના અભ્યાસવર્ગ યોજાવવા જોઈએ. સિનિયર વકીલોના જ્ઞાનનો લાભ જુનિયર વકીલોને મળવો જોઈએ.

આ માટે ટૂંક સમયમાં ગુજરાત બાર કાઉન્સીલ એક મોબાઈલ એપ લોન્ચ કરી રહી છે. જેથી વકીલોને ગુજરાત હાઇકોર્ટના મહત્વના ચુકાદા વિશે જાણકારી મળી શકશે. આ પ્રકારની વ્યવસ્થા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને દરેક રાજ્યની બાર કાઉન્સિલમાં થવી જોઈએ.

વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાયની રકમમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો કરવા જણાવાયું હતું. અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news