પ્રશાંત ઢીવરે/સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં 45×30 સેમીની ચરબીના કેન્સરની રેર 3 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરાયું છે. એક લાખમાં એક કેસમાં દેખાતી આવી ગાંઠ સમય જતાં થાપા, છાતી અને ફેંફસામાં પ્રસરીને અંગ કાપવા સુધીની નોબત લઈ આવે છે એવો તબીબી અભિપ્રાય છે. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી ગાંઠનું ઓપરેશન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલ્લાહ કરે ને તમારું અખંડ ભારતનું સપનું પુરૂ થાય! અમારો હશે વડાપ્રધાન


નેત્રંગનો રહેવાસી 30 વર્ષીય નરેશ વસાવા 10 મહિનાથી પગના સાથળ પર ગાંઠ લઈને જીવન ગુજારવા મજબુર હતો. ગત બુધવારે સિવિલમાં સારવાર માટે આવ્યા બાદ ચરબીના કેન્સરની ગાંઠ હોવાનું બહાર આવતા તબીબોએ સમયસર ઓપરેશન કરી 3 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. સિવિલના ઇતિહાસમાં આટલી મોટી ગાંઠના પહેલા સફળ ઓપરેશન છે.


ગુજરાતના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ આનંદો! બદલીઓને લઈ કર્યો મોટો નિર્ણય


ડોકટરોની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. કેન્સર રેર હોવાના કારણે થોડી સાવધાની તો જરૂરી હતી. જોકે યુવકની સ્ટ્રેંથના કારણે સરળતા રહી હતી. 30થી 45 મિનિટ જેટલો સમય સર્જરીમાં લાગ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી માટે 1.50 લાખનો ખર્ચ થાય જ્યારે સિવિલમાં ફ્રીમાં સર્જરી કરાઈ હતી.


ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે


સિવિલ હોસ્પિટલના સુપરિટેનડન્ટ ડો. ગણેશ ગોવેકારે કહ્યું આ ગાંઠ બાયોપ્સી માટે મોકલવામાં આવશે ત્યારબાદ આગળનું નિદાન કહી શકાશે. 30થી 45 મિનિટ ચાલેલા ઓપરેશન બાદ હવે દર્દીને કેન્સરમાંથી રાહત મળી હોય એમ કહી શકાય છે. સિવિલના ઇતિહાસમાં આટલી મોટી ગાંઠના પહેલા સફળ ઓપરેશનને લઈ ડૉક્ટરોમાં ખુશીનો માહોલ છે. આ સાથે જ હાલ દર્દી વોર્ડમાં દાખલ પરિવારમાં પણ ખુશી જોવા મળી રહી છે.


શું ધરતી પર આવશે આફત? બાબા વેંગાની 2023 ની ભવિષ્યવાણી ધ્રૂજી ઉઠશે લોકો


ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ કેન્સનરને લાયપો સર્કોમા નામનું ટ્યૂમર કહેવાય છે. આ ખૂબ જ ખતરનાક હોય છે અને ઝડપથી પ્રસરી જતું હોય છે. આ કેન્સર એક લાખે એકને થતું હોય છે. આ કેન્સરના અંગો કાપવાની સાથે જીવનું પણ જોખમ હોય છે. સમયસર નિદાન અને ઓપરેશન થાય તો રાહત મળી શકે છે.


રાજકીય વર્તુળમાં મોટું વાવાઝોડું, શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની