રવિ અગ્રવાલ/વડોદરા: જો તમે રસ્તા પર બેફામ વાહન ચલાવવા અથવા તો ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરવા માટે ટેવાયેલા છો તો હવે તમારે તમારી આ કુટેવ સુધારવાનો સમય પાકી ગયો છે. કારણ કે રાજ્યમાં પ્રથમ વખત વડોદરા શહેર પોલીસ કઈક એવું કરવા જઈ રહી છે કે જે સાંભળીને તમે ક્યારેય ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરવાની હિંમત નહિ કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી જંત્રીનો મુદ્દો ગુજરાતમાં ગરમાયો! હવે ગુજરાતના આ જિલ્લામાં ખેડૂતોએ બાંયો ચઢાવી


આમ તો તમે જ્યારે રસ્તા પર તમારું વાહન લઈને નીકળો ત્યારે તમને દરેક ચાર રસ્તે અથવા મોટા જંકશન પર ટ્રાફિકના જવાનો જોવા મળશે, જે ટ્રાફિક નિયમનું પાલન કરાવવાનો પૂરતો પ્રયત્ન કરતા હોય છે. છતાંય કેટલાક વાહન ચાલકો તેમનાથી છટકી ને જાણે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય તેમ વટ્ટ પાડતા હશે. ત્યારે પોલીસ પાસે છેલ્લો વિકલ્પ ઈ-ચલણનો બચતો હતો. દરેક ચાર રસ્તે લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક પોલીસ બાજ નજર રાખે અને નિયમ ભંગ કરનારને ઈચલણ ફટકારે પરંતુ એમાંય કેટલાક વાહનચાલકોએ હદે વંઠિ ગયા છે કે તેઓએ ચલણ ભરવાની તસ્દી સુદ્ધાં લેતા નથી. જો માત્ર વડોદરા શહેરની જ વાત કરીએ તો વર્ષ 2018થી અત્યાર સુધી ટ્રાફિક પોલીસે 16 લાખ ઈચલણ જનરેટ કર્યા છે, પરંતુ મોટા ભાગના વાહન ચાલકોએ મેમોની રકમ ભરી નથી..


ઊંઝા APMCની ચૂંટણીમા MLA કિરીટ પટેલ અને અરવિંદ પટેલ કપાયા, જાણો APMC ચૂંટણીનું ચિત્ર


આ વાત હવે ભૂતકાળ બની જશે કેમ કે શહેર પોલીસે બેજવાબદાર વાહન ચાલકોને સુધારવાનું બીડું ઉઠાવ્યું છે. તમને જાણી ને નવાઇ લાગશે કે રાજ્યમાં પ્રથમ વખત વડોદરા શહેર પોલીસે નિયમ ભંગ કરનાર વાહનચાલકો સામે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો નહિ ભરનાર વાહનચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જો તમે 20 થી વધુ મેમા (ઈ ચલણ ) નથી ભર્યા તો તમારું લાયસન્સ રદ્દ થઈ જશે એ વાત નક્કી છે. જી હા વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે અને એ વાહનચાલકનું લોકેશન ફરજ પર હાજર ટીમ ને મોકલી આપવામાં આવશે. 


બે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કર્યો


વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એવા 100 વાહન ચાલકોની યાદી RTO ને મોકલી છે કે જેઓને ટ્રાફિક ના નિયમો ની કોઈ પરવાહ નથી. હવે આવનાર ટુંક સમયમા જ 100 જેટલા વાહનચાલકોએ પોતાના લાયસન્સમાંથી હાથ ધોવાનો વારો આવશે અને આ ઝુંબેશ સતત ચાલુ જ રાખવામાં આવશે. એટલે હવે જો તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ ન કરાવવું હોય તો મેમો ભર્યા વગર છૂટકો નથી અને આમાંથી બચવા માટેનો કોઈ રસ્તો પણ નથી.એટલે હવે તમારે સુધરવું પડશે એ સ્વીકારવું રહ્યું.


હવે ગુજરાતમાં કયો ડૉક્ટર સારો એ પૂછવું નહીં પડે! ફરજિયાત રજિસ્ટ્રેશન, નહીં તો બોગસ..


ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત બેજવાબદાર વાહનચાલકને સુધારવાનું આધુનિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના અન્ય શહેરોમાં પણ જો આ પ્રકારે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ પ્રકારની કામગીરી કરવામાં આવે તો બેજવાબદાર વાહનચાલકોને કારણે બનતી અકસ્માતની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય તેમ છે.