દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, આ કહાની સાંભળીને રોઈ જશો!
અમદાવાદના મંજુલાબેનનો.મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું. પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ. તેમની દીકરી ના લગ્ન થઈ ગયા. દસ વર્ષ પહેલા તેમના પતિનું પણ નિધન થઈ ગયું.
સપના શર્મા/અમદાવાદ: "મા"ના શબ્દોને સાચા અર્થમાં ચરિત કરનારી કોઈપણ કવિતા કે ગદ્ય આજ સુધી લખાયા નથી. માને ચરિતાર્થ કરવું અશક્ય છે. પરંતુ કદાચ માં જેટલો પ્રેમ દીકરાઓને આપી શકે છે, એટલો જ વળતો પ્રેમ શું તેને મળે છે?
આજે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ પાછળનું એક કારણ ઘરમાં વડીલોનું અનાદર પણ છે. આવું જ એક કિસ્સો છે અમદાવાદના મંજુલાબેનનો.મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું. પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ. તેમની દીકરી ના લગ્ન થઈ ગયા. દસ વર્ષ પહેલા તેમના પતિનું પણ નિધન થઈ ગયું.
જીવનસાથીનો સાથ છૂટ્યા બાદ મંજુલાબેન ઉપર સમસ્યાનો આભ તૂટી પડ્યો. મંજુલાબેન અને તેમની વહુ વચ્ચે વારંવાર ઘરના ઝઘડા થવા શરૂ થઈ ગયા. એક સમયે ઝઘડો એટલો બધો વધી ગયો કે ઘર કંકાસના કારણે મંજુલાબેનના દીકરાને એટેક આવ્યો. એટેકની સારવાર બાદ ડોક્ટરે દીકરાને કોઈ સમસ્યા ના થાય તે માટેના પ્રયત્નો કરવા કહ્યા હતા.
દીકરાની આવી દશા જોઈને મંજુલા બેને ઘર છોડવાનું નક્કી કર્યું. જો તેઓ ઘર છોડી દેશે તો ફરીવાર બહુ સાથે ઝઘડા નહીં થાય અને દીકરો અને વહુ હંમેશા ખુશીથી રહે તે માટે જ તેમણે ઘર પણ મૂક્યું. વૃદ્ધાશ્રમમાં આવતાની સાથે પણ તેમણે વૃદ્ધાશ્રમમાં અન્ય વડીલો સાથે વાતચીત કરવાનું બંધ રાખ્યું. ના કારણે માત્ર તેમની આંખોમાં આંસુ હતા.