Gujarat Weather 2023: ગુજરાતમાં આગામી 5 દિવસ ગાત્રો થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાનનો પારો 9થી 10 ડિગ્રી વચ્ચે રહેશે. જ્યારે ભુજમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેના કારણે 3 થી 6 ડિગ્રી તાપમાન ગગડવાની આગાહી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતીઓને કોઈ ના પહોંચે! ગુજરાતમાં બની ચાંદીની પતંગ-ફીરકી, કિંમત જાણીને લાગશે આંચકો!


ભુજમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 9 થી 10 ડિગ્રી રહેવાની સંભાવના છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 9 ડિગ્રી આસપાસ રહેશે. હવામાન વિભાગના મતે, ઉત્તરાયણના દિવસે ભારે પવન સાથે વાતાવરણ ઠંડુ રહશે. 14 અને 15 જાન્યુઆરીએ તાપમાન વધુ ઘટશે.


મોત પહેલાંનો વીડિયો: યુવકે કરૂણ આક્રંદ સાથે ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં લખી કહાની


ચમત્કાર! ખેડૂતો માટે સુખના દિવસો આવ્યા, જાણી લો આ ટ્રેક્ટરની આવી છે જબરદસ્ત ખાસિયાતો


જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, રાજકોટ સહિત ગિરનાર પંથકમાં કાતિલ ઠંડી પડશે, જે લાંબી ચાલશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉભા પાકમાં હિમ પડવાની શક્યતા રહેશે. આથી પાકને બચાવવા માટે ખેડૂત ભાઈઓએ આવશ્યક પગલા લેવા જોઈએ.


ટેકાના ભાવની ખરીદીને લઈ ગુજરાતના ખેડૂતો માટે હિતકારી નિર્ણય, કૃષિમંત્રીએ કરી જાહેરાત


દેશના ઉત્તર ભાગોમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાના પગલે બરફીલા પવન ફૂંકાશે. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણના પર્વ પર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. જેની અસર ફેબ્રુઆરી સુધી પણ વર્તાશે, જેના પગલે કારમી ઠંડી રહેશે. ધ્રુવીય પવનની અસરના કારણે અમેરિકા, કેનેડા સહિતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે.