અમદાવાદ : ગુજરાત પરથી ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે.  જો કે તેની અસર અગામી પાંચ દિવસ સુધી જોવા મળશે. હાલ ક્યાર વાવાઝોડુ ઓમાન અને યમન તરફ ફંટાઇ ચુક્યું છે. જો કે તેના 800 કિલોમીટરના વ્યાપને કારણે ગુજરાતમાં અગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં અસર વર્તાશે  અગામી પાંચ દિવસ ગુજરાતમાં  વાદળ છાયું વાતાવરણ રહેશે  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાઇબજીના દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટ્યા ભક્તો


વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા


ક્યાર વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પલટાયેલા વાતાવરણના પગલે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની સંભાવના. વ્યક્ત કરવામાં આવી છે આ વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડુ અરબી સમુદ્રમાં આકાર પામી રહ્યુ છે. ફરી એક લો પ્રેશર બન્યું છે તે વેલ માર્ક લો પ્રેશર બની ગયું છે અને 24 કલાકમાં ડિપ્રેશન બની જશે ત્યાર બાદ તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. જેને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ થઇ શકે છે.