વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા

રાજસ્થાનના ઉદેપુર નજીક આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાદરાના 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે માહિતી મળતાની સાતે જ તત્કાલ તેમનો પરિવાર ઉદેપુર જવા માટે રવાના થયો છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જો કે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Updated By: Oct 29, 2019, 03:51 PM IST
વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા

વડોદરા: રાજસ્થાનના ઉદેપુર નજીક આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાદરાના 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે માહિતી મળતાની સાતે જ તત્કાલ તેમનો પરિવાર ઉદેપુર જવા માટે રવાના થયો છે. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. જો કે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ભાઇબજીના દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટ્યા ભક્તો

પાદરાનો પરિવાર દિવાળી વેકેશન ઉજવવા માટે રાજસ્થાન ફરવા માટે ગયો હતો. દરમિયાન અમદાવાદ-ઉદેપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 5 લોકોને ઇજા પહોંચી હતી. બે લોકો હજી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ યાત્રીઓ રાજસ્થાનનાં નાથદ્વારાથી યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા. 

700 વર્ષથી અહીં યોજાય છે અશ્વ દોડ, મોટી સંખ્યામાં ઉમટી જન મેદની

સુરતમાં સ્વામિનારાયણ પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવી ખુલ્લી
પાદરાનો પરિવાર દિવાળી વેકેશનમાં રજાઓ હોઇ રાજસ્થાન ફરવા માટે ગયો હતો. આ દરમિયાન અમદવાદ-ઉદેપુર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગાંધીના બહેન-બનેવી સહિત 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.