ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં થશે એન્ટ્રી
Ambalal Patel Agaahi: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ફરી ગુજરાત પર થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી કરી મોટી આગાહી, ક્યાં અને ક્યારે ગાજવીજ સાથે પડશે વરસાદ?
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી એકવાર ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આગામી 28 અને 29 મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ગુજરાતીઓ ચિંતામાં પેઠા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ જોવામાં આવી છે.
અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો સનાતનીઓને લલકાર, કહ્યું; 'એ ડરપોક અને કાયર છે જે...'
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સ્ટક્યુલેશન સક્રિય બન્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે, તેવી રીતે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ભરૂચમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર; પાટિલ બગડ્યા! રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણી પણ ઘરભેગા
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર થઈ રહ્યાં છે. ફરી એકવાર ગુજરાત પર માવઠું ત્રાટકશે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું સક્રિય થશે એવી આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે એવું અંબાલાલનું અનુમાન છે. આ સિવાય મે મહિનાના અંતિમ તારીખોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ આવી શકે છે. કમોસમી વરસાદથી ગુજરાતનુ વાતાવરણ પલટાશે. તેમજ લોકોની ત્રાહિમામ પોકારતી ગરમીથી પણ મુક્તિ મળશે.
સિદ્ધપુરની લવિના લગ્નના 5 દિવસ પહેલાં કેવી રીતે મૃત્યુ પામી, મંગેતરે ખોલ્યા સિક્રેટ
આ તારીખો ગુજરાત માટે અતિભારે!
ભારે વરસાદની સંભાવના તેમના દ્વારા ચાલુ મહિનાના અંતમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. વાવ, થરાદ, અરવલ્લી, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, બોડેલી, નડિયાદ, ખેડામાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
બાબા બાગેશ્વરે કહ્યું; ગુજરાત કે લોગો સે જીતના બડા મુશ્કેલ હૈ, અ'વાદીઓ માટે કરી વાત
રાજ્યના આ વિસ્તારોમાં પડશે વરસાદની શક્યતા!
આ સિવાય ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. પ્રિ-મોનસૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સિવાય તેમણે પંચમહાલના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ સિવાય કચ્છના ભાગોમાં પણ તેમણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હેલ્થ ટિપ્સ ! રાતનું ભોજન જમ્યા બાદ ક્યારેય ના કરો આ ભૂલો, શરીરને થશે મોટુ નુક્સાન
અંબાલાલની વાવાઝોડાની આગાહી
અંબાલાલે વાત કરી કે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. 40 થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી તેમાં ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, ભેજનું પ્રમાણ વધવાથી બફારો વધશે જેના કારણે અકળામણ વધી શકે છે.
PM મોદીના મોટાભાઈનું આ સપનું પૂર્ણ થશે તો દેશભરમાં 13 કરોડ લોકોની સરનેમ હશે 'મોદી'
મે મહિનાના અંતમાં થશે ઋતુ પરિવર્તન
આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અંગે જણાવ્યું કે, મે મહિનાના અંતમાં ગુજરાત તથા દેશભરમાં કમોસમી વરસાદ આવશે. આવી સ્થિતિ મે મહિનામાં બને તે વિશેષ સ્થિતિ કહી શકાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયાળામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ ઉનાળામાં આ સ્થિતિ અલગ પ્રકારની બની રહી છે. જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે.
GSEB: વડોદરામાં સામે આવી કરૂણ ઘટના! આ પરિવાર માટે ધો. 10 નું પરિણામ ગંભીર સાબિત થયું
ક્યા ક્યા વરસાદ આવશે
ક્યા ક્યા કમોસમી વરસાદ આવશે તે વિશે તેઓએ જણાવ્યું કે, તારીખ 24 થી 30 મેના રોજ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે મુશળધાર વરસાદની આગાહી છે. તો સાથે જ ગુજરાતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાટ્રના દરિયાકિનારાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. દેશના ઉત્તરીય ભાગોમાં આંધી વંટોળ સાથે કરા પાડવાની આગાહી છે. તેમણે કહ્યુ કે, પ્રિમોન્સૂન એક્ટિવિટીનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબસાગરનો ભેજ છે.