હેમલ ભટ્ટ/વેરાવળ :વેરાવળની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ઓનલાઇન શોર્ટ ટર્મ કોર્સ દ્વારા અનોખો આભ્યાસ કરાવવામાં આવે છે. રામાયણ દ્વારા વ્યક્તિ વિકાસ તેમજ હિંદુ સંસ્કૃતિના સોળ સંસ્કારના ઓનલાઈન આભ્યાસમાં અમેરિકા તેમજ હોંગકોંગના લોકો પણ આભ્યાસમાં જોડાયા છે. જે બતાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં વિદેશીઓને પણ રસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેરાવળમાં આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને ગૂગલ એપ દ્વારા ઓનલાઇન શોર્ટ ટર્મના કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ જેટલા ઓનલાઈન શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સના અભ્યાસમાં દેશ વિદેશ અને વિવિધ રાજ્યના વિદ્યાર્થીઑ અને યુવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી અને જોડાયા છે. જેમાં ભારતભરના સંસ્કૃતના વિદ્વાનો દ્વારા આભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.  


સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધી મિશ્રાએ આ વિશે જણાવ્યું કે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પ્રથમ ઓનલાઈન કોર્સ કરાવાયો હતો. રામાયણ દ્વારા વ્યક્તિ વિકાસની માહિતી આપતા આ કોર્સમાં 32 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ કોર્સમાં રામાયણના પાત્ર જેમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી તેમજ અન્ય પાત્રોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ પાત્ર દ્વારા વ્યક્તિનો વિકાસ થાય એ માટેનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેના અઠવાડિયામાં ત્રણ દિવસ બે કલાક ઓનલાઈન ક્લાસ લેવામાં આવતા હતા. તેમજ બીજો એક કોર્સ રંધુવંશી કથન પઠનનો સર્ટિફિકેટ કોર્સમાં અભ્યાસ કરાવવામાં આવતો હતો. જેમાં 12 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમજ હાલમાં યુનિવર્સિટી દ્વારા સોળ સંસ્કાર માનવજીવન ઉપર પ્રભાવ નામના સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે અભ્યાસ ક્રમમાં વિધાર્થીઑને જન્મ ગર્ભધારણથી અંગીના સંસ્કાર હિન્દુ 16 સંસ્કારનો માનવજીવન ઉપર કેટલો પ્રભાવ પડે છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં ૪૫ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા દેશ વિદેશમાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્ચના ત્રણ દેશોમાં હોંગકોંગ, અમેરિકા જેવા દેશના વિધાર્થીઑએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને આ સર્ટિફિકેટના અભ્યાસ ક્રમમાં જોડાયા હતા. 


તેઓએ વધુમાં જણાવ્યું કે, તેવી જ રીતે સંસ્કૃત વ્યાકરણ વિશેના કોર્સ તેમજ મુહુર્ત અને વ્યવસાયલક્ષી જ્યોતિષનો કોર્સ 7 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. જે માટે હાલમાં યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર ઓનલાઈન નજીવી ફી ભરી અને આ તમામ કોર્સમા જોડાઈ શકાય છે.