દિવાળીમાં પરપ્રાંતિય લોકોને ચાંદી જ ચાંદી! 15 દિવસમાં કરે છે 1 લાખથી વધુની કમાણી
સુરતમાં મોટાભાગમાં પરપ્રાંતિય લોકો અન્ય રાજ્યોમાંથી કામ ધંધા માટે આવતા હોય છે. પરપ્રાંતિય લોકો માટે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ જ નહીં પરંતુ સુરત શહેરમાં ઉજવાતા દરેક તહેવારોમાં પણ આવક મેળવી રહ્યા છે.
સુરત: બિહારથી આવતા પરપ્રાંતિય લોકો દિવાળીના 15 દિવસમાં દીવાઓનું વેચાણ કરી 1 લાખથી વધુની કમાણીઓ કરે છે. દર વર્ષે તેઓ દિવાળીના 15 દિવસ પહેલા દીવાઓ વેચવા આવતા હોય છે. ફૂટપાથ પર અનેક વિક્રેતાઓ અલગ-અલગ પ્રકારના દીવા સાથે જોવા મળે છે.
સુરતમાં મોટાભાગમાં પરપ્રાંતિય લોકો અન્ય રાજ્યોમાંથી કામ ધંધા માટે આવતા હોય છે. પરપ્રાંતિય લોકો માટે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ જ નહીં પરંતુ સુરત શહેરમાં ઉજવાતા દરેક તહેવારોમાં પણ આવક મેળવી રહ્યા છે. ખાસ દિવાળીના તહેવારોને લઈને બિહારથી સુરત આવી દીવાનું વેચાણ કરતા શ્રમિકો માત્ર 15 દિવસ જેટલા સમયગાળામાં 1 લાખથી વધુની કમાણી કરે છે દિવાળીના પર્વને લઇને સુરત શહેરના ઘોડદોડ રોડ ફૂટપાથ પર દેવા વિક્રેતા રંગબેરંગી દીવાઓના સ્ટોર લગાવવામાં આવ્યા છે. દીવાઓ ખરીદવા માટે લોકો આ સ્થળ પસંદ કરે છે કારણ અન્ય રાજ્યોથી ખાસ તહેવારોના સમયે સિઝનલ ધંધો કરવા બિહાર અને ઉત્તર પ્રદેશથી વિક્રેતાઓ આવે છે .
હાલ ઘોડાદોડ રોડ ખાતે મોટી સંખ્યામાં સ્વદેશી વસ્તુઓ સાથે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકો દિવાળીના 15 દિવસ અગાઉ અલગ અલગ પ્રકારના દીવાનું વેચાણ કરી રહ્યા છે, અમદાવાદથી માટીના દીવા લાવી તેઓ ફૂટપાથ પર બેસીને તેને રંગકામ પણ કરે છે. આ દીવાઓ વેચી માત્ર 15 દિવસમાં જ આ બિહારના વિક્રેતાઓ રૂપિયા 1 લાખથી પણ વધુની કમાણી કરે છે.
જુઓ આ પણ વીડિયો:-