પેટ્રોલ પંપ મુદ્દે વન અધિકારી અને સાંસદ સામસામે, મુદ્દો છેક PM અને પેટ્રોલિયમ મંત્રાલય સુધી પહોંચ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલન માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાએ નારાજગી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવ્યું છે. જેના કારણે તેમણે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.
જયેન્દ્ર ભોઇ/નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પેટ્રોલ પંપ સંચાલન માટે વન અધિકારીની દાદાગીરી સામે મનસુખ વસાવાએ નારાજગી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોની ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ. પેટ્રોલ પંપ બનાવવા માટે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે વન અધિકારીએ દાદાગીરી કરી ધાક ધમકી આપવાના પ્રકરણ સાંસદ મનસુખ વસાવાના ધ્યાને આવ્યું છે. જેના કારણે તેમણે ભારત સરકાર નવી દિલ્હીના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે.
ભાભીએ પતિના મિત્રને કહ્યું મારે મારૂ સર્વસ્વ તમને અર્પણ કરી દેવું છે, પછી મિત્રએ પણ...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા કોલોનીમાં ભારતીય ઓઇલ કોર્પોરેશન લિ.પેટ્રોલ પંપ બનાવવા અને સંચાલિત કરવામાં રસ ધરાવતા લોકો પાસેથી અરજી મંગાવી હતી. આ અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ માટે સ્થાનિક પેટ્રોલ પંપના જાણકાર લોકોએ અરજી કરી હતી. જો કે જાણમા આવ્યું કે પેટ્રોલ પંપનું સંચાલન કરવા માટે જે વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે તે સ્થાનિક વન અધિકારીની નજીકનો માણસ છે. પેટ્રોલિયમ વિભાગના અધિકારીઓને આ વન અધિકારી દ્વારા દાદાગીરી કરી ધમકાવવામા આવ્યા હતા.
મિલિંદ સોમણનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાતી આતીથ્ય સત્કારના ભરપેટ વખાણ કર્યા
વન અધિકારીએ એમ કહ્યુ હતુ કે, તમારે ના-વાંધા પ્રમાણપત્ર લેવા અમારી પાસે આવવું પડશે. જો પેટ્રોલ પંપ તેની નજીકની વ્યક્તિને નહી મળે તો ના-વાંધા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આવી ચીમકી અપાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્થાનિક આદિવાસીઓને પેટ્રોલ પંપ વગેરેની ફાળવણી માટે નિર્ધારિત અનામત હેઠળ પ્રાથમિકતા આપીને તેમને ન્યાય આપવો જોઈએ. દાદાગીરી કરનાર આ વન અધિકારી કોણ છે? એ ચર્ચાનો વિષય બન્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube