મિલિંદ સોમણનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાતી આતીથ્ય સત્કારના ભરપેટ વખાણ કર્યા

15 ઓગસ્ટ થી રન ફોર યુનિટી શરુ કરનાર મિલિન્દ સોમન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્નાત્ર દ્વારા ભવ્ય સવગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે 15 ઓગસ્ટથી પોતાની દોડ શરુ કરનાર બૉલીવુડ સ્ટાર મિલિન્દ સોમને આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડ કરી હતી. જેટલા વર્ષ દેશને આઝાદ થયા છે એટલા કિલોમીટર દર વર્ષે દોડે છે. આ દેશને આઝાદ થયે 75 વર્ષ થયા છે આ વર્ષે 75 કિલોમીટર નહિ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડવાનો નીર્ધાર કર્યો હતો.
મિલિંદ સોમણનું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાતી આતીથ્ય સત્કારના ભરપેટ વખાણ કર્યા

જયેશ દોશી/નર્મદા : 15 ઓગસ્ટ થી રન ફોર યુનિટી શરુ કરનાર મિલિન્દ સોમન આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા, ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્નાત્ર દ્વારા ભવ્ય સવગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે 15 ઓગસ્ટથી પોતાની દોડ શરુ કરનાર બૉલીવુડ સ્ટાર મિલિન્દ સોમને આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડ કરી હતી. જેટલા વર્ષ દેશને આઝાદ થયા છે એટલા કિલોમીટર દર વર્ષે દોડે છે. આ દેશને આઝાદ થયે 75 વર્ષ થયા છે આ વર્ષે 75 કિલોમીટર નહિ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોડવાનો નીર્ધાર કર્યો હતો.

15 ઓગસ્ટના રોજ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 450 કિલોમીટરની રન ફોર યુનિટી દોડ કરવા નીકળેલા બૉલીવુડના અભિનેતા મિલિંદ સોમણે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મિલિન્દ સોમન ખુબ પ્રભાવિત થયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નર્સરી ખાતે ટ્રાઇબલ ફૂડનો પણ લ્હાવો લીધો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી વાનગી ખાટી ભીંડીનું શાક પણ ખાધું હતું. મિલિન્દ સોમને ટેન્ટસિટી 2 ખાતે પ્રેસ કોન્ફ્રન્સ પણ યોજી હતી. 

જેમાં તેમને નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાની વાત કરતા આજના યુવાનોને કોઈ મેસેજ આપવા જેવો નથી. આજનો યુવા કોઈનું કશું જ સાંભળતો નથી. પોતાની મનમાની જ કરતો હોય છે. જયારે હાલ બૉલીવુડ OOT પ્લેટફોર્મની વાત કરતા જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મથી બૉલીવુડને ફાયદો થયો છે. જો કે વ્યૂઅર્સને વધુ ફાયદો થયો છે. પોતાના ઘરમાં મોટા ટીવી લગાવીને મુવી જોઈ શકે છે. જયારે મુંબઈથી ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે ખુબ સારૂ મારુ સ્વાગત કરવામાં આવ્યું પણ ઇન્ડટ્રીયલ એરિયામાં તેના ગેસનું પ્રદુષણ ખુબ છે.

જેથી લોકોને તકલીફ થઈ રહી છે. મને પણ શ્વાસમાં ગેસ જવાથી તકલીફ થતી હતી. જયારે ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે પોતે બીમાર થયો હતો અને ડોકટરે ઘરે જવાની સલાહ પણ આપી હતી. જો કે મારે લક્ષ્ય પૂરું કરવાનું હતું એટલે એક દિવસ રેસ્ટ કરીને બીજે દિવસે દોડવાનું શરુ કર્યું. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાતો સાંભળી હતી પણ જયારે જોયું ત્યારે ખુબ મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે તેનો અનુભવ થયો હતો. અહીં આવેને ખુબ જ આનંદ થઇ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news