અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ગુજરાત ભાજપના અનેક નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડી રહ્યા છે પરંતુ જાણે તેમને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. આ સ્થીતી હોવા છતા ભાજપનાં દરેકે દરેક નેતાઓ માત્ર કડક નિવેદનો આપે છે પરંતુ પોતાના કાર્યક્રમમાં તો તમામ નિયમોને કોરાણે જ મુકી દે છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત તેવા અમદાવાદ શહેરનાં મેયર પણ માસ્ક પહેરવા જેટલી પણ પરવા નથી કરતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બાયોડાયવર્સીટી પાર્કનાં લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાઈના સાથે ભારતના વણસેલા સંબંધે બાળકોના ચહેરાનું સ્મિત છીનવ્યું

મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર, સ્ટે ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક અને ભાજપનાં અન્ય કોર્પોરેટર પર હાજર હતા. રીબીન કાપતા સમયે વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલા દો ગજ કી દુરીને અવગણવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ એક ઉચ્ચ અધિકારીનો માસ્ક મુદ્દે દંડ વસુલવામાં આવ્યો હતો. આ અધિકારી દ્વારા જાહેર રીતે માફી પણ માંગવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે નિયત દંડની રકમ પણ ચુકવી હતી. ત્યારે મેયરનો દંડ વસુલવામાં આવશે કે નિયમ કાયદા માત્ર સામાન્ય માણસ અને અધિકારીઓ માટે જ હોય છે તેવા સવાલો ઉઠી રહ્યા છે?


અબડાસા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી ભાજપીય શાસકો દ્વારા દાણાપીઠ કચેરી પરથી પુન: બેસવાનું શરૂ કર્યું છે. મેયર બીજલ પટેલ દાણાપીઠની કચેરી ખાતે પહોંચ્યા હતા. પ્રવેશતા સમયે મેયરનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી. મેયર ઓફીસમાં સોશિયલ  ડિસ્ટન્સન્સ માટે બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું. ઓફીસના તમામ એસી બંધ રાખવામાં આવશે. બારી દરવાજા ખુલ્લા રાખવામાં આવશે. જો કે આજના સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ અંગે પુછવામાં આવતા મેયરે બોલવાનું ટાળ્યું હતું. ડેપ્યુટીમેયર, મ્યુનિસિપલ કમિશ્નર પણ દાણાપીઠ ઓફીસ ખાતે પહોંચ્યા હતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube