ઝી બ્યૂરો/સુરત: ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચે અટકાયત કરીને ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવામાં આવ્યા છે. પરંતુ થોડા સમય બાદ જામીન પર છૂટકારો થયો હતો. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ચૂંટણી સમયે ઉમરા પોલીસે ગુનો નોંધ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગદીશ ઠાકોર હર્ષ સંઘવી અને પાટિલ વિશે એવું તે શું બોલ્યા કે ભાજપ ભડક્યું?


ગોપાલ ઈટાલિયાની અટકાયત
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી છે. આ ઘટનામાં કારણ જાણવા મળ્યું છે કે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નામ સાથે ટિપ્પણી કરી હતી. ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી. ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા છે. જે સમગ્ર મામલો પોલીસ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 


બોટાદ રેલ્વે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાં ભીષણ આગ; ધુમાડાના ગોટેગોટા, મુસાફરો ભાગ્યા!