ભૂતપુર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મહેતાના ધર્મ પત્નીનું નિધન, આવતીકાલે અંતિમ યાત્રા
ભૂતપુર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાના ધર્મપત્ની ઇન્દીરાબેન મહેતાનું લાંબી માદગી બાદ નિધન થયું છે. જ્યારે તેમની અંતિમ ઇચ્છાને લઇને આવતીકાલે માંડવી ખાતે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: ભૂતપુર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાના ધર્મપત્ની ઇન્દીરાબેન મહેતાનું લાંબી માદગી બાદ નિધન થયું છે. જ્યારે તેમની અંતિમ ઇચ્છાને લઇને આવતીકાલે માંડવી ખાતે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં વાંચો:- ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત સોમવારે રાજભવનમાં ગ્રહણ કરશે શપથ
ભૂતુપૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતાની ધર્મ પત્ની ઇન્દીરાબેન મહેતાનું 79 વર્ષે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાઇ રહ્યાં હતા. જેના કારણે છેલ્લા એક અઠવાડીયાથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું છે. તેમના પરિવારમાં સુરેશભાઇ, પુત્ર, પુત્રવધુ અને તેમના બે દિકરાઓ છે.
વધુમાં વાંચો:- સુરતમાં પારિવારિક ઝઘડામાં મહિલા પર એસિડ ફેંકાયો
ઇન્દીરાબેન સુરેશભાઇ મહેતાની અંતિમ ઇચ્છા હતી કે, તેમના અંતિમ સંસકાર માંડવીમાં જ કરવામાં આવે. જેને લઇને તારીખ 20 જુલાઇને શનિવારે સવારે 8 કલાકે માંડવી ખાતે આવેલા બાબાવાડી તેમના નિવાસ સ્થાને આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમવારે માંડવીમાં તેમની પ્રાર્થના સભા પણ રાખવામાં આવી છે.
વધુમાં વાંચો:- અલ્પેશ ઠાકોરને મંત્રી પદ મળશે તો 3થી વધારે ટર્મ ચૂંટાયેલા BJPના ધારાસભ્યોનું શુ?
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ સીએમ સુરેશભાઇ મહેતા કેશુભાઇ પટેલની સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચુક્યા હતા. તે દરમિયાન કેશુભાઇ પટેલે 1995માં રાજીનામું આપ્યું હતું. ત્યારે તેમના સાથી શંકરસિંહ વાઘેલાએ તેમની વિરૂદ્ધ બળવો પોકાર્યો હતો. જેના કારણે સુરેશભાઇ મહેતાને 1995માં સીએમ બનાવવામાં આવ્યા હતા અને 1996 સુધી તેઓએ સીએમ તરીકે સેવા આપી હતી.
જુઓ Live TV:-