માત્ર પાટીદારોનું નહી સમગ્ર હિંદુ સમાજના આસ્થાનું કેન્દ્ર બનશે વિશ્વ ઉમિયા ધામ
શહેરના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારંભમાં સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને મહંતો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી, નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે હું તો વચ્ચે જ રહેવાનો જ છું.
અમદાવાદ : શહેરના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ ઉંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીનું મંદિર નિર્માણ સમારંભમાં સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને મહંતો ઉપરાંત સમાજના શ્રેષ્ઠીઓ મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય દાતાઓ અને પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી, નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે હું તો વચ્ચે જ રહેવાનો જ છું.
અમરેલીના લાસા ગામમાં બે ઇંચ કમોસમી વરસાદ, શેરીઓમાં નદી વહેતી થઇ, ખેડૂતો પરેશાન
કોઇને હરાવવા છે તેવું ક્યારે પણ ન વિચારવું આપણે જીતવાનું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમારંભનું સંબોધન કરતા કહ્યું કે, 3-3 કલાક ચાલતા લાંબા લાંબા કાર્યક્રમો હવે ટૂંકા કરવા જોઇએ. સમાજે કહ્યું છે કે, તમારે પણ તકલીફ અને અમારે પણ તકલીફ છે. કાર્યક્રમનો સમય ઘટાડવો જોઇએ. જેમજેમ નવા આવશે તેમ જુનાને સ્ટેજ પરથી નીચે આવવાનું છે. આપણે મુખ્યમંત્રીછીએ ત્યાં સુધી સારુ છે કે આપણું તો ગોઠવાઇ ગયું. નીતિનભાઇના ત્યાં જાવ તો નુકસાન તો ખાવું જ પડે. ઘણી વખત નુકસાન થાય તો કામ થાય છે. અમે પણ નુકસાન કર્યું જ છે. પ્રદીપસિંહને પુછો તેમને ખબર જ છે. લોકોને છોડમાં રણછોડ દેખાય પણ એક બીજામાં રણછોડ નથી દેખાતો. આપણી અંદર પણ રણછોડ છે જ કોઇની હરિફાઇમાં રહેવાનું નથી. આપણે કોઇના સુપડા સાફ નથી કરવા, આપણે જીતવું છે તો જીતવાનું કોઇની હાર માટે નથી ઉભા રહેવું.
રોડ પર અચાનક સામેથી ગાડી ઉડીને આવી અને કન્ટેનરમાં ઘુસી ગઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત
નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરંપરા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ જોડાયું
સમારંભમાં હાજર રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, માત્ર પાટીદાર સમાજ જ નહી પરંતુ તમામ સમાજ માટે ગૌરવની બાબત છે. ગુજરાતમાં સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા, સૌથી મોટુ સ્ટેડિયમ અમદાવાદમાં અને સૌથી મોટો પાર્ક કચ્છમાં બન્યો છે. જે પરંપરા નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. હવે તેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ જોડાયું અને સૌથી ઉંચુ મંદિર બનાવશે.
NRI મિત્રને 3 મિત્રોએ કહ્યું, અહીં આવી જા મોજ કરાવી દઇશું, મહિલા પરત આવી પછી...
મુખ્યમંત્રી મહેમાન નહી પરંતુ ટ્રસ્ટી છે
નીતિન પટેલે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલ મહેમાન નથી પરંતુ તેઓ ટ્રસ્ટી છે. વેવાઇ મુખ્યમંત્રી હોય અને બીજા વેવાઇ આવે તો દાન આપવું પડે. ભૂપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડનું દાન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં ઉમિયા માતાની રથયાત્રા કાઢી હતી. 2-3 દાતા કે નેતાઓ યાદ નહી રાખતા. નાના માણસોને પણ યાદ રાખવા. અનેક મિટિંગો કરી ત્યાર બાદ પ્રોજેક્ટ નક્કી કર્યા હતા. હું પાયાથી અત્યાર સુધી એક એક કામનો સાક્ષી છું. જમીનનો કબ્જો લેવા માટે પણ સમાજના લોકોએ ખુબ જ કામ કર્યું છે. મંદિરનો ઇતિહાસ લખાશે ત્યારે તમામ નોંધાશે. મંદિરના કાર્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી પરંતુ નવા મુખ્યમંત્રીએ પણ કરી તો હું વચ્ચે જ રહેવાનો છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube