રોડ પર અચાનક સામેથી ગાડી ઉડીને આવી અને કન્ટેનરમાં ઘુસી ગઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત
મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકો ઘટના સ્થળે મોત થયા હતા. મુંબઇથી અમદાવાદ જતા રૂટ પરથી આવી રહેલી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી. કાર દુધના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગાડી પડીકું વળી ગઇ હતી. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકનાં મોત નિપજ્યાં હતા. એક યુવક ચીખલીનો અને બે યુવક વલસાડનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
નવસારી : મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકો ઘટના સ્થળે મોત થયા હતા. મુંબઇથી અમદાવાદ જતા રૂટ પરથી આવી રહેલી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી. કાર દુધના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગાડી પડીકું વળી ગઇ હતી. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકનાં મોત નિપજ્યાં હતા. એક યુવક ચીખલીનો અને બે યુવક વલસાડનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુમુલ ડેરીમાં કન્ટેનર લાવવા અને લઇ જવાનું કામ કરતા સુરજ યાદવના કન્ટેનરમાં ખામી સર્જાઇ હતી. જેને તેઓ રિપેર કરવા માટે રસ્તાની સાઇડમાં ઉભી રાખીને રિપેરિંગ કરી રહ્યા હતા. આરક સિસોદરા પાસે આવેલા ગેરેજમા જવા માટે તેઓ નિકળ્યાં હતા. આ દરમિયાન મુંબઇથી અમદાવાદ જતા ટ્રેક પરથી એક સફેદ કલરની અર્ટિગા કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર ડીવાઇડર કુદીને સામે રહેલા ટેન્કર સાથે અથડાઇ હતી.
આ અકસ્માતમાં ગાડી ચાલક ત્રણ યુવકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે, અર્ટિગા ગાડી પડીકું વળી ગયું હતું. કારને ભારે નુકસાન થયું હતું. કારમાં સવાર આયુષ પટેલ, મયુર પટેલ અને અજય પટેલના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. આ સમગ્ર મામલે કન્ટેનર ચાલકે ફરિયાદ દાખલ કરાવી છે. નવસારી ગ્રામ્ય પોલીસે કેસની તપાસ સોંપવામાં આવી છે. અકસ્માતમાં ટ્રકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે