ઝી બ્યુરો/ગાંધીનગરઃ પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે. રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા જતાં નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગા ખુદ તે જાળમાં જ ફસાઈ ગયા છે. સરકારી જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે. લાંગાની ધરપકડ કરાઈ છે. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતોની સરકારે ચમકાવી કિસ્મત! આ ફળપાકો વાવશે તો અપાશે આટલા રૂપિયા સહાય


ગાંધીનગર કલેકટર તરીકે લીધેલા મહેસૂલી નિર્ણયોની તપાસ થઈ હતી. 6 એપ્રિલ 2018થી 30 સપ્ટેમ્બર 2019 દરમિયાન લીધેલા નિર્ણયોની તપાસ થઈ હતી. ખાસ તપાસ અધિકારી તરીકે નિવૃત્ત IAS વિનય વ્યાસાની નિમણૂક કરાઈ હતી. નિવૃત્ત IAS વિનય વ્યાસાએ 6 એપ્રિલ 2023ના રોજ તપાસ રિપોર્ટ સોંપ્યો હતો. 


ગુજરાતની માટે સૌથી મોટા સમાચાર; અંબાલાલની તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી


સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપ સાથે તેમની ધરપકડ કરાઈ છે. તેઓ લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતા. એસ.કે લાંગાની ધરપકડથી મહેસુલી અધિકારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે, અન્ય કેટલાક અધિકારીઓની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે. 


રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો લીધો ઉધડો, લોકોની દરકાર છે કે નહીં


ઉલ્લેખનીય છેકે, આ અગાઉ પણ લાંગાનું નામ ચર્ચામાં આવી ચુક્યું છે. લાંગાના કારનામા લાંબા છે. નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગા માતરના વિરોજા ગામે બોગસ ખેડૂત બન્યાં હોવાનો પર્દાફાશ થતાં એક વર્ષ અગાઉ ગણોતધારા હેઠળ કેસ દાખલ કરાયો હતો. અગાઉ જ્યારે તેઓ ગાંધીનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પેથાપુરમાં કેટલીક સરકારી જમીન ગેરકાયદે રીતે ખાનગી વ્યક્તિઓને અપાવી બિન ખેડૂતોને ખેડૂત બનાવી ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવાનું કૌભાંડ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.


આ રાશિના જાતકો દેખાડો કરવામાં વાપરે છે બેફામ રૂપિયા, લાખોની કમાણી છતાં રહે છે કંગાળ


કોણ છે એસ.કે.લાંગા?
ગુજરાત સરકારમાં આઈએએસ કક્ષાના ઉચ્ચ પદ પર રહી ચુક્યા છે એસ.કે.લાંગા. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે ત્રણ વર્ષ પૂર્વે નિવૃત થતાં અગાઉ પણ લાંગાએ પેથાપુરમાં બોગસ ખેડૂત બનાવવાનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગરમાં કલેક્ટર હતા તે સમયે પણ ઘણાં મામલા સામે આવ્યાં હતાં. એસ. કે. લાંગા 6 જિલ્લામાં RAC, DDO અને કલેક્ટર પદે રાજયોગ ભોગવી ચૂક્યાં છે. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.


ટાટા બનાવશે iPhone 15, એપલ સાથે ડીલ ફાઈનલ! ભારતીયોને મળશે આ ફાયદા


કેટલી પ્રોપર્ટી ભેગી કરીઃ
સૂત્રોની માનીએ તો એસ.કે.લાંગાના નામે અને તેમના મળતિયાઓના સગાના નામે અધધ મિલકત છે. ખાસ કરીને ઘણી જમીનોના સોદામાં તેમનો ભાગ રહેતો. અમદાવાદના બોપલમાં ફાર્મ હાઉસ, 4 દુકાનો, પરિવારના સભ્યોના નામે અનેક પ્રોપર્ટી અને રાઈસ મિલમાં ભાગીદારી ધરાવે છે લાંગા.


પીજીમાં રહેતા હોવ તો આ ભૂલ ન કરતા, અમદાવાદમાં યુવકોને રાતોરાત ફ્લેટ ખાલી કરાવ્યો


શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ નજીક કલોલ તાલુકાના મૂલસાણા ગામની પાંજરાપોળની અંદાજે 10 હજાર કરોડની જમીન બિનખેતી કરીને બિલ્ડરોને આપી દેવાના પ્રકરણમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે સરકારે એફઆઇઆર દાખલ કરીને ગુનો નોંધ્યો હતો. ગાંધીનગરમાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે લગભગ 60 લાખ ચોરસ વાર અને અંદાજે રૂ.20,000 કરોડની કિંમતની આ જમીનમાં અમદાવાદ પાંજરાપોળ પાસે ભાડાપટ્ટાની અને  ગણોતિયાની જમીન ગેરકાયદેસર રીતે અમદાવાદના મોટા બિલ્ડરો, રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓએ કેવી રીતે ટાઈટલ ક્લીયર કરાવી લીધી હતી.


6 દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્યનું ગોચર, કર્ક રાશિમાં પ્રવેશ કરી આ જાતકોને આપશે લાભ


અમદાવાદ પાંજરાપોળને 99 વર્ષના ભાડા પટ્ટા ઉપર આપવામાં આવ્યો હતો. આ ભાડા પટ્ટામાં લગભગ 2200 વીઘા જમીન મળી હતી. કોઈ એક વ્યક્તિના નામે આ જમીનમાં ટોચ મર્યાદા લાગુ પડે એટલે આ જમીનના કટકા કરી થોડા-થોડા વીઘા જમીનનો ભાડા પટ્ટો રદ્દ કરી, દરેક રદ્દ થયેલા ભાડા પટ્ટાને બિન ખેતી કરાવી લેવાનું કારસ્તાન પણ થયું હોવાનું જાણવા મળી રહ્યું હતું.


આંધળો વિશ્વાસ મૂકતા પહેલા ચેતજો! યાર્ડના કમિશન એજન્ટને લાખોનું બુચ મારનારની ધરપકડ


અમદાવાદના પાંજરાપોળ અને ગણોતિયાના કબજામાં રહેલી આ જમીન બિન ખેતી થાય, તેનું વેચાણ થાય અને ખાનગી બિલ્ડર તેમાં પ્લોટિંગ કે બંગલાની સ્કીમ વેચી કરોડોની કમાણી કરી શકે એના માટે થઈ રહેલા વર્ષો જુના પ્રયાસોનો અંત લાંગા જ્યારે કલેકટર હતા ત્યારે આવ્યો છે એટલે દોષ એમના ઉપર ઢોળી દઈ મોટા માથાઓ, રાજકીય નેતાઓ અને અધિકારીઓ બચવા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, આ જમીન બિન ખેતી કરવાની પ્રક્રિયામાં સરકારના દરેક નિયમો, કાયદા અને પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો ઉમેરે છે.