જગદીશ ઠાકોરના ભાજપ પર જબરદસ્ત પ્રહારો, `દિલ્હીના સુલતાનથી માંડીને છઠ્ઠીના ધાવણ સુધીની વાત કરી...`
Loksabha Election 2024: જગદીશ ઠાકોરે ચૂંટણીના ફોર્મમાં આવી જઈને કોઈને બક્ષ્યાં નહોતા. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બિવડાવાની છે. પરંતુ અમારી પાર્ટીમાં એવું નથી. તમારા પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોરના રાજકારણમાં એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નથી અને સામેના પ્રમુખ 108 ગુના લઈને બેઠા છે.