પ્રશાંત ઢીવરે/સુરત: પૂર્વ નલીનચંદ્ર કડીવાલાનું ઘરે માથે પોપડા પડતા મોત નિપજ્યું હતું. પૂર્વ કોર્પોરેટર ઘરમાં બેઠા હતા, ત્યારે અચાનક છતના ભાગનો પોપડો માથા પર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમનું સારવાર દરમિયાન મોત હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આ વાત સાંભળી ચોંકી જશો! શું ચોમાસા પહેલા ગુજરાતનમા ત્રાટકશે વાવાઝોડું


સુરત શહેરનાં ઘોડદોડ રોડ પર આવેલ રત્નકુંજ એપાર્ટમેન્ટ રહેતા 69 વર્ષીય નલીનચંદ્ર બળવંતરાય કડીવાલા ભાજપના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા હતા. નલીનચંદ્ર ઘરમાં સોફા પર બેસેલા હતા. ત્યારે અચાનક છતના પોપડા તેમના માથા પર પડતા ગંભીર ઇજા થઈ હતી. 


દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમ


પરિવારજનો તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. સુરત મહાનગર પાલિકામાં વર્ષ 1995માં જ્યારે ભાજપની પહેલી વખત બોર્ડ બની તેમાં નલીનચંદ્ર સભ્ય હતા.


અમદાવાદમાં PSIનું દર્દ છલક્યું, કહ્યું;'PIના ત્રાસથી કંટાળી આપઘાતનો વિચાર આવે છે'