સુરત પટેલ/સુરત: વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદતે 34.64 લાખ નહી ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભાઈનો વાંક એટલો કે Wrong Side માં વાહન રોક્યું! આ દ્રશ્યો તમારું હૃદય કંપાવી દેશે!


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વેડરોડ બહુચરનગર ઘર નં.127માં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતાંબાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતાં. ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈએ વર્ષ 2013માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્‍મી અને લક્ષ્‍મી પૂજન બચત યોજના શરૂ કરી હતી. 500 અને 1000 રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને 30થી 40 મહિના બાદ રકમ પરત આપવાના હતાં. 


ગુજરાતમાં કોરોનાની એન્ટ્રીથી ફફડાટ; 13 કેસ નોંધાયા, સરકારે કહ્યું; નવો વેરીયન્ટ ખૂબ


તે દરમિયાન 20 જાન્યુઆરી 2017ના રોજ કાનજીભાઈનું મરણ થયું હતુંકાનજીભાઈના મરણ બાદ બન્ને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતાં. યોજના પણ ચાલુ રાખી હતી. જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતાં. બહુચરનગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય 30 સભ્યોના કુલ 39.64 લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


ટેન્શન વધારી રહ્યો છે કોરોના! ઉત્તર ગુજરાતની આ હોસ્પિટલમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા