COVID JN1 Arrangement: ગુજરાતમાં ટેન્શન વધારી રહ્યો છે કોરોના! ઉત્તર ગુજરાતની આ હોસ્પિટલમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા?

Corona JN1 Strain: દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

COVID JN1 Arrangement: ગુજરાતમાં ટેન્શન વધારી રહ્યો છે કોરોના! ઉત્તર ગુજરાતની આ હોસ્પિટલમાં કેવા પ્રકારની છે વ્યવસ્થા?

Arrangements for COVID JN1: અલકેશ રાવ/બનાસકાંઠા: દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 દેખા દેતા સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે.ત્યારે બનાસકાંઠાની પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની દહેશત વચ્ચે દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈને ક્યાં પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. તેનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં બનાસડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિતપાલનપુરની સિવિલ હોસ્પિટલમાં અમારી ટીમે તપાસ કરતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટને પહોંચી વળવા 840 બેડની વ્યવસ્થાની સગવડ છે. 

જોકે હાલ 120 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 120 મલ્ટીપેરા મોનીટર, 60 વેન્ટિલેટર, 4 ડિફીબરી લેટર, તેમજ રેપીડ ટેસ્ટની કિટો સહિત RT-PCR ટેસ્ટની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે. તો સિવિલ હોસ્પિટલમાં 10 મેટ્રિક ટનની ઓક્સિજનની ટાંકીનો પ્લાન્ટ ચાલુ અવસ્થામાંમાં કાર્યરત છે. તેમજ 4PSA પ્લાન્ટ જે હવામાંથી ઓક્સિજન બનાવે છે તેવા પ્લાન્ટ કાર્યરત છે. તેમજ 300 ઓક્સિજન સિલિન્ડર પણ હાજર સ્ટોકમાં રખાયા છે. 40 જેટલા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ટીમને સ્ટેન્ડબાય રખાયા છે. 

તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ડર ફેલાય નહિ અને લોકો ગભરાય નહિ તેમજ જરા પણ લક્ષણ જણાય તો લોકોને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં આવવા માટે સિવિલ હોસ્પિટલના ચેરમેન અને ડોકટરોએ અપીલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news