ઝી ન્યૂઝ/બનાસકાંઠા: અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. ત્યારે અંબાજીમાં મોહનાથાળનો પ્રસાદ ચાલુ રાખવાના વિવાદ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલે છે. સરકાર યોગ્ય નિરાકરણ લાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં H3N2નો ખતરો! શરદી, ખાસી, કફની તકલીફ બાદ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત


અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગનો મુદ્દો તીવ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે આ મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે ચાલી રહ્યો છે. સરકાર આ મુદ્દે યોગ્ય રીતે નિરાકરણ કરશે. આ સિવાય નીતિન પટેલે મોહનથાળના પ્રસાદ મુદ્દે વધુ કાંઈ કહેવાનું ટાળ્યું હતું. 


પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે


નીતિન પટેલે જે વાત કહી છે તેનાથી ભક્તોમાં આંશિક હર્ષની લાગણી છવાઈ છે કે જો સરકાર આ મુદ્દે નિર્ણય કરશે તો તે ભક્તોના પક્ષમાં હશે. વિવિધ સંગઠનો સિવાય ગુજરાત કોંગ્રેસે પણ અંબાજીમાં મોહનથાળ રૂપે પ્રસાદ વેચવામાં આવે તેવી માંગ કરી છે. કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પણ આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરીને અનેક સવાલો ઉઠાવ્યા છે.


વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત


ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળના પ્રસાદને બંધ કરીને ચીકીનો પ્રસાદ આપવામાં આવે છે, પરંતુ આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો રાજકીય પક્ષો અને દર્શન કરવા માટે આવતા દર્શનાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં પરંપરાગત મોહનથાળના પ્રસાદને શરુ કરવાની તીવ્ર માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દે રાજ્યના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પોતાનું નિવેદન આપીને માઈભક્તોમાં એક વિશ્વાસ જગાડ્યો છે.