ગાંધીનગર: પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની બુધવાર(5 સપ્ટેમ્બર)ના રોજ સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા અટકાયત કર્યા બાદ ઘરપકડ કરવામાં આવી હતી. 1998ના NDPSના ખોટા કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત સાત જેટવા પોલીસ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક નિવૃત પી.આઇ વ્યાસનો પણ સમાવેશ થાય છે. પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ખોટા કેસ મામલે આજે પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને સી.આઇ.ડી ક્રાઇમ આ અંગે વધુ તપાસ માટે સંજીવભટ્ટના રિમાન્ડ માંગી શકે છે. પાલનપુર કોર્ટ આ અંગે સીઆઇડી ક્રાઇમને વધુ તપાસ માટે રીમાન્ડ આપે તેવી શક્યાતાઓ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ છે સમગ્ર મામલો
1998માં સંજીવ ભટ્ટ જ્યારે બનાંસકાઠા જિલ્લાના એસ.પી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન ખોટો નાર્કોટીક્સ કેસ સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ અંગે થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન થઇ જેથી હાઇકોર્ટે સીઆઇડીને ખાસ તપાસ પંચ તૈયાર કરીને તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ કેસમાં સંજીવ ભટ્ટ દ્વારા કેવી રીતે ખોટો કેસ કરવામાં આવ્યો તે અંગેનું નિવેદન ધરપકડ કરાયેલા તમામ પોલીસ અધિકારીઓએ નિવેદન લઇ લેવામાં આવ્યા છે. હવે એ જોવાનું રહેશે કે સંજીવ ભટ્ટને કોર્ટ કેવા પ્રકારનો નિર્ણય લે છે.


1998ના NDPSકેસમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે કરી અટકાયત


સંજીવ ભટ્ટ સરાકાર વિરોધી હોવાથી રહે છે ચર્ચામાં
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દેશના પ્રસિદ્ધ પોલીસ અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સી.એમ હતા તે દરમિયાન પણ સંજીવ ભટ્ટ અને મોદી વચ્ચે સંબંધો સારા ન હોવાથી અનેક વાર ચર્ચામાં આવી ચૂક્યા છે. સંજીવ ભટ્ટ અનેક વાર સરકારના વિરોધમાં નિવેદનો આપાવાના કારણે  સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છ, સંજીવ ભટ્ટ હાર્દિક પટેલને તેના આમરણાંત ઉપવાસ કરવાથી તેને મલવા જતા સરકારે સંજીવ ભટ્ટ વિરૂદ્ધ ગાળીયો કસી લીધો છે.