જામનગર: જામનગરના માંજી સાંસદ ચંદ્રેશ પટેલ અને તેની પુત્રવધુ વચ્ચે ચાલતો વિવાદ વકર્યો છે. માંજી સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધુ અને તેના પૈત્રનો અકસ્માત થતા પુત્રવધુએ તેના જ સસરા એટલે કે પૂર્વ સાંસદ પર અકસ્માત કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ચંદ્રેશ પટેલના પૈત્રને પગમાં સમાન્ય ઇજા થતા તેની માતાએ પૂર્વ સાંસદ પર જ આરોપ લગાવ્યા હતા. 


પૂર્વ સાંસદે જ પુત્રવધુને મારાવનું કાવતરૂ કર્યા હોવાનો આક્ષેપ
તાજેતરમાં જ માજી સાંસદ અને પરિવાર દ્વારા પુત્રવધુને મારવાનું કાવતરું ઘડવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. ચંદ્રેશ પટેલ જામનગરના માજી સાંસદ હતા અને હાલનાં જિલ્લા ભાજપ પ્રમુખની જવાબાદી સોપવામાં આવી છે. પુત્રવધૂના આક્ષેપ મુજબ માતા અને પુત્રને મારવા માટે ચંદ્રેશ પટેલે કાવતરાના ભાગરૂપે અકસ્માત સર્જયો હોવાના અક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આ અકસ્માતની હજુ સુધી પોલીસ ચોપડે કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.