કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કરજણના પૂર્વ MLA અક્ષય પટેલ આજે ભાજપમાં જોડાશે
અક્ષય પટેલે ઝી મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, મારૂ લક્ષ્ય કરજણ વિધાનસભા વિસ્તારનો વિકાસ છે અને પાર્ટી સાથે તમામ બાબતોની વાત કરી છે. તેમણે કહ્યુ કે, પાર્ટી પણ મને આ કામમાં સહકાર આપશે.
ચિરાગ જોશી/વડોદરાઃ રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) પહેલાં ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. તેના કુલ 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. જેમાં વડોદરાની કરજણ વિધાનસભાના અક્ષય પટેલ (Akshay Patel)નો પણ સમાવેશ થાય છે. હવે આજે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાના છે. તેઓ આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિવિધત રીતે ભાજપમાં સામેલ થશે.
અક્ષય પટેલે ઝી 24 કલાક સાથે કરી વાત
ધારાસભ્ય અક્ષય પટેલ કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાવાના છે ત્યારે ઝી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું, કે હાલ કોરોનાની મહામારી ચાલતી હોવાથી શક્તિ પ્રદર્શન તો ના કરી શકાય જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાવાના છે. સાથોસાથ આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અક્ષય પટેલ ઉપર વિશ્વાસ મૂકી અને જંગી બહુમતીથી જીતાડશે. તેઓ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાઇની સાથે વડોદરા પહોંચ્યા ક્રિકેટર હાર્દિક પંડ્યા, U-19 ખેલાડીઓ સાથે કરી મુલાકાત
પરંતુ મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી કરજણ બેઠકના વિધાનસભાના ઉમેદવાર સતિષ નીશાળીયા સાથે તેઓના મતભેદ સપાટી પર આવ્યા હતા. ત્યારે હવે સમય એ છે કે સાથે કામ કરવાનું છે તેવામાં રણનીતિ બાબતે જણાવ્યું હતું કે મારૂ લક્ષ્ય કરજણ વિધાનસભા વિસ્તારનો વિકાસ છે અને પાર્ટી સાથે તમામ બાબતોની વાત કરી છે. તેમણે કહ્યુ કે, પાર્ટી પણ મને આ કામમાં સહકાર આપશે. કરજણ બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા સિદ્ધાર્થ પટેલનું નામ પણ હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે તેવામાં આગામી સમયમાં શું વળાંક લે છે તેની સૌ કોઈની નજર હાલ મંડાઈ રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube