ભાજપને ફટકો: BJPના પૂર્વ ધારાસભ્ય સુદરસિંહ અને લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ MLA લાલજી મેર અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપ્યું છે.
અમદાવાદ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. લાલજી મેર કોળી સમાજના આગેવાન છે તેથી તેમના જવાથી ભાજપને ફટકો પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. ભાજપના પૂર્વ MLA લાલજી મેર અને મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય સુદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપ્યું છે. ભાજપના આ બંન્ને નેતાઓ કોંગ્રેસ સાથએ હાથ મીલાવી લીધો છે.
લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. અને 2017 સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. જેમના રાજીનામાથી ભાજપને ફટકો પડી શકે છે.
ભાજપમાંથી રાજીનામું આપીને સુંદરસિંહ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાતાની સાથે સુંદરસિંહે નિવેદન આપ્યું હતું કે, હવે હું ભાજપ છોડીને કોંગ્રેસમાં આવી ગયો છું. ચૌહામ સમાજને વિનંતી છે કે કોંગ્રેસમાં આવે. ભાજપ હવે પહેલા જેવી પાર્ટી નથી રહી. ભાજપમાં હવે એવા માણસો રહ્યા છે જેનાથી સમાજને નુકસાન થાય.
વધુમાં વાંચો...ધો 1-2ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના 10 ટકાનું થશે દફતર: ભુપેન્દ્રસિંહ