ઝી બ્યુરો/રાજકોટ: NCUI, ઈફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ આંતરરાષ્ટ્રીય સહકારી રાજકારણમાં ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત આકર્ષિકત કર્યું છે. જી હા.. અમરેલીના વતની, પૂર્વ કૃષિમંત્રી અને પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીએ ઈન્ટરનેશનલ સંસ્થાની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેઓ ICAOની ચૂંટણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સમાં પ્રમુખ પદ માટે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ફોર્મ ભર્યું છે. આ ચૂંટણીમાં ભારતને વિજય મળે તો વૈશ્વિક સહકારી રાજકારણમાં પણ ગુજરાતનો ડંકો વાગી શકે છે. ICAOનું સુકાન છેલ્લાં 20 વર્ષથી દક્ષિણ કોરિયા પાસે છે અને વિશ્વની 41 કૃષિ સહકારી સંસ્થાઓ ICAOની સભ્ય છે. ભારતને જીતવું હોય તો એશિયા પેસિફિકમાં આવેલા દેશો પાસે 18 મત છે. ભારત પાસે 3 મત છે. આ ત્રણ મત ઈફ્કો, નાફેડ અને નાફ્સકોબના છે. આ સિવાય યૂરોપના દેશોના 10 વોટ છે અમેરિકા પાસે 6 વોટ છે.


ગુજરાતમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેબિનેટની મંજૂરી, જાણો ઉદ્યોગોને થશે શું મોટો ફાયદો


ICAOની ચૂંટણીમાં આફ્રિકાને 7 વોટ કરવાની સત્તા છે. આ ચૂંટણી જીતવા માટે દિલીપ સંઘાણી વિદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકામાં પણ ભારત પ્રચાર કરી રહ્યું છે. દિલીપ સંઘાણીએ થાઈલેન્ડ અને મલેશિયામાં પણ પ્રચાર કર્યો છે.


મોટો નિર્ણય: 16 થી 18 જૂન પાવાગઢ મંદિરમાં ભક્તો માટે માતાજીના દર્શન બંધ રહેશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને માર્ગદર્શન દિલીપ સંઘાણી આ આંતરરાષ્ટ્રી ચૂંટણી લડી રહ્યા છે. પહેલીવાર એવું બન્યું છે કે કોઈ એક ગુજરાતી આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાની ચૂંટણી લડી રહ્યા છે. 
દુનિયાભરના દેશોમાં ભારતની ટીમ પ્રચાર કરી રહી છે અને ભારતને આશા છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક ગુજરાતીની ધાક સંભળાશે. કેમ કે આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાનું સુકાન મેળવવા માટે ભારતે તમામ મિત્ર દેશોને વિશ્વાસમાં લીધા છે અને દક્ષિણ કોરિયા પાસેથી સત્તાનો તાજ ભારતને મળી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube