ગુજરાતમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેબિનેટની મંજૂરી, જાણો ઉદ્યોગોને થશે શું મોટો ફાયદો
સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ એરપોર્ટને રેલ્વે અને હાઈવે જેવી મલ્ટી મોડલ કનેક્ટિવિટી દ્વારા જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડથી વધુનો ખર્ચ થશે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. રાજ્યમાં ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ એરપોર્ટને રેલ્વે અને હાઈવે જેવી મલ્ટી મોડલ કનેક્ટિવિટી દ્વારા જોડવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. 1300 કરોડથી વધુનો ખર્ચ થશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોનું ટ્રાફિક સતત વધી રહ્યું છે. હાલમાં એરપોર્ટની ક્ષમતાથી વધુ પેસેન્જરોની અવરજવર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટની ચારે બાજુ હવે જગ્યા ન હોવાથી વધારાના રન-વે સહિત તેનું વિસ્તરણ થઈ શકે તેમ નથી. આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યના પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી 80 કિલોમીટર દૂર અને ધોલેરાથી 20 કિલોમીટર દૂર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોલેરા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટને કેન્દ્ર અને રાજ્ય સરકારના પર્યાવરણ સહિત તમામ વિભાગોની મંજૂરી મળી ગઈ છે.
Cabinet gives approval for development of Dholera greenfield airport in Gujarat.
I&B Minister @ianuragthakur says, this airport will be connected through multi model connectivity like railways and highways. Over Rs 1300 crore will be spent on first phase.#cabinetdecisions pic.twitter.com/OQfCJe81If
— All India Radio News (@airnewsalerts) June 14, 2022
ધોલેરા સિટી નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું બાંધકામ જાન્યુઆરી 2022માં શરૂ કરવામાં આવશે અને તેનો પહેલો તબક્કો ડિસેમ્બર 2024માં પૂર્ણ કરાશે. પ્રથમ તબક્કામાં રન-વે 3200 મીટરનો બનશે જે બીજા તબક્કામાં 3800 મીટર સુધી લઇ જવાશે. ડીઆઇએસીએલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ટ્રસ્ટનો 16 ટકા હિસ્સો છે. આ કંપનીને રાજ્ય સરકારે 3000 એકર જમીન લીઝ પર આપી છે.
જાણવા મળી રહ્યું છે કે ધોલેરા ઇન્ટરનેશન એરપોર્ટ પરથી 4ઇ એરક્રાફ્ટ ઉડી શકે તે માટે યોગ્ય એવો 3200 મીટર લાંબો રન-વે વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ત્રીજા તબક્કામાં બીજો રન-વે બનાવવામાં આવશે. જ્યારે ત્રણેય તબક્કા પૂર્ણ થશે ત્યારે આ એરપોર્ટ પરથી 100 મિલિયન જેટલા મુસાફરો પ્રતિવર્ષ આવન-જાવન કરી શકશે. વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ બનશે. 3000 ચોરસમીટરથી વધુના અલગ અલગ એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ આ એરપોર્ટમાં બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો પણ ફાળવી દેવામાં આવ્યો છે. જેના પગલે એરપોર્ટની જગ્યાએ માટી પૂરાણ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે માટી પૂરાણ થયાના એક વર્ષ બાદ એરપોર્ટના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં પણ અમદાવાદ નજીક ધોલેરા પાસે બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાર વર્ષે પૂર્ણ થશે તેવું સરકારે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટનો સુધારેલો અંદાજીત ખર્ચ 1305 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જો કે હજી પ્રોજેક્ટનું કામ શરૂ થઇ શક્યું નહોતું. પ્રથમ તબક્કાના ડેવલપમેન્ટના ભાગ-1 માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે