અતુલ તિવારી/અમદાવાદ: સમાજમાં સતત અંગદાન અંગે વધતી જાગૃતિના કારણે અનેક પરિવારોની ખુશીઓ બમણી થઈ રહી છે. બ્રેઇનડેડ દર્દીઓના પરિવારજનો દ્વારા અંગદાનની આપવામાં આવતી સંમતિને કારણે અનેક દર્દીઓ વર્ષો લાંબી સમસ્યામાંથી મુક્ત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સોટ્ટોના માધ્યમથી ચાલતો અંગદાનનો પ્રોગ્રામ સતત સફળતાની નવી ઉંચાઈ સર કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પર ભારે આગામી 4 દિવસ! ભરઉનાળે કાળાડિબાંગ વાદળ લઈ વિહાર કરી રહ્યાં છે વરુણદેવ


તમને જણાવી દઈએ કે, અંગદાન માટે વધતા વેઇટિંગ લિસ્ટમાં દિવસેને દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો અમદાવાદ સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં જોવા મળ્યો છે. લીવરની સમસ્યામાંથી પીડિત પૂર્વ રણજી ખેલાડી સુનિલ પાઠકને માત્ર 17 દિવસમાં લીવર મળ્યું છે. અંગદાનના માધ્યમથી સુનિલ પાઠકને લીવર મળતા તેમના જીવનમાં પ્રકાશ ફેલાયો છે.


રસીયો રૂપાળો રંગ રેલીયો...લાઈટબીલ બાકી હોય તેઓને કંઈક આ રીતે UGVCLના કર્મીએ કરી અપીલ


આ પ્રસંગે સુનિલ પાઠકે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં લીવરની સમસ્યા હોવાની જાણ થઈ હતી. શરૂઆતમાં નડિયાદ ત્યારબાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. અંતે સોટ્ટો અંતર્ગત લીવર માટે રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી મહિનામાં કરાવ્યું અને રજીસ્ટ્રેશન બાદ માત્ર 17 દિવસમાં અમને લીવર મળ્યું છે. સુનિલ પાઠકે જણાવ્યું છે કે, મારી જિંદગી માત્ર એક મહિનો બચ્યું છે એવું મેં માની લીધું હતું. પરંતુ અંગદાનને કારણે આજે મને નવું જીવન મળ્યું છે. અંગદાન અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યું છે. 


ઓટોમેટિક કાર તૈયાર કરવાની દિશામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભરી હરણફાળ, દોડાવી કાર


સુનિલ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, હું અને મારો સમગ્ર પરિવાર પણ અંગદાન કરીશું, અંગદાન કેટલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એ વિશે અમે સમજીએ છીએ. 


રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરનારા ચેતી જજો! NIAની બ્રાન્ચ હવે ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થઈ


ઉલ્લેખનીય છે કે, માત્ર 17 દિવસમાં અંગદાનના માધ્યમથી લીવર મેળવનાર સુનિલ પાઠક નડિયાદના વતની છે અને ગુજરાતના પૂર્વ રણજી ખેલાડી છે. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની બાયોગ્રાફીમાં પણ સુનિલ પાઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુનિલ પાઠક ગુજરાત રણજી ટીમના વાઇસ કેપ્ટન હતા અને સચિન મુંબઈ તરફથી વાનખેડેમાં મેચ રમતા હતા, જેમાં સુનિલ પાઠક આઉટ થતા મુંબઈ મેચ જીતી ગયું છે એવું તેમણે માની લીધું હતું, જે અંગે બાયોગ્રાફીમાં ઉલ્લેખ કરાયો છે.