રસીયો રૂપાળો રંગ રેલીયો...લાઈટબીલ બાકી હોય તેઓને કંઈક આ રીતે UGVCLના કર્મીએ કરી અપીલ; VIDEO વાયરલ

પાટણ શહેર સીટી-1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશ ભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી 1 માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે.

રસીયો રૂપાળો રંગ રેલીયો...લાઈટબીલ બાકી હોય તેઓને કંઈક આ રીતે UGVCLના કર્મીએ કરી અપીલ; VIDEO વાયરલ

પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જી.ઈ.બી સીટી-1 ના એક કર્મચારી દ્વારા ગુજરાતી ગીત...રસિયો રૂપાળો રંગ રેલીયો...લાઈટ બિલ ભરતો નથી...ગીત સાથેનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સુર મધુર ગીત થકી લોક જાગૃતિ થકી વીજ ગ્રાહકોને લાઈટ બિલ ભરવા અપીલનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણ શહેર સીટી-1માં વીજ બિલના નાણાં બાકી હોય તેવા વિસ્તારોમાં જીઈબીના કર્મચારીઓ દ્વારા અનોખો પ્રયોગ કરી લોક જાગૃતિ લાવી રહ્યા છે. જેમાં જગદીશ ભાઈ ગોસ્વામી જે જીઈબી પાટણ સીટી-1માં લાઈન મેન તરીકે ફરજ નિભાવે છે. જેમને તેમના સુર મધુર કંઠે ગુજરાતી ગીતના શબ્દોમાં કેટલાક ફેરફાર કરી માઈક થકી ગીત ગાઈ વીજ ગ્રાહકોને વીજ બિલ ભરવા અપીલ કરી રહ્યાં છે જે વાયરલ વીડિયો ખુબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

જીઈબીના કર્મચારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગીતના માધ્યમ થકી વિજબીલના બાકી નાણાં ભરવા અપીલ કરવાનો અનોખો અંદાજ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, ત્યારે લાખો લોકોએ આ વાયરલ વીડિયોને વખાણી રહ્યા છે. ઝી 24 કલાકની ટીમ દ્વારા આ વીડિયો વાયરલ અંગે તપાસ કરતા આ વીડિયો પાટણના પાવર હાઉસ જઈબી ભાગ 1 નો હોવાનું માલુમ પડ્યું હતું.

આ ગીત જગદીશ ભાઈ ગોસ્વામીના કંઠે ગવાયું હતું. ત્યારે ઝી 24 કલાકની ટીમ દ્વારા જગદીશ ભાઈ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકો અમારા માનવંતા છે અને તે વીજના નાણાં ન ભરે તો તેને લઇ અનેક મુશકેલી વેઠવી પડે તે પહેલા સમયસર વીજ કંપનીમાં બાકી નાણાં ભરે તેવા હેતુથી આ ગીત થકી લોકો જાગૃત બની વીજ બિલના નાણાં ભરે તેવા હેતુથી આ ગીત થકી લોકોને અપીલ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news