ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાન (Atma Nirbhar Bharat Abhiyan) ની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, ફેરિયાઓ, રીક્ષાચાલક સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી 21મી મેથી અપાશે. 


‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા અરજી ફોર્મ રાજ્યભરમાં 1000 જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંકો અને 7000થી વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝ મળી કુલ 9 હજાર જેટલા સ્થળોએથી મેળવી શકાશે. આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ લેવા માટે માત્ર અરજી ફોર્મ ભરીને તા. 31મી ઓગષ્ટ સુધીમાં પરત આપવાના રહેશે. અન્ય કોઇ ફી કે ચાર્જ આ હેતુસર લેવામાં આવવાનો નથી. 


બનાસકાંઠા : ચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં બીમારીથી મોત, કોરોનાને લીધે માતાપિતા દીકરીનું મોઢુ નહિ જોઈ શકે  


આ યોજના અંતર્ગત નાના વ્યવસાયકારો, કારીગરો-ધંધો રોજગાર કરનારા 10 લાખ જેટલા વ્યક્તિઓને 3 વર્ષ માટે રૂ. 1 લાખ સુધીની લોન માત્ર 2 ટકાના વ્યાજે આપવામાં આવશે. આ લોન કોઇ પણ જાતની ગેરેન્ટી વગર અપાશે. તેમજ માત્ર 2 ટકા વ્યાજના દરે આપવામાં આવશે. એટલું જ નહિ, લોનના પ્રથમ ૬ માસ સુધી કોઇ હપ્તો પણ વસુલવામાં નહિ આવે. નાના ધંધો-વ્યવસાય કરનારાઓ વાળંદ, ધોબી, પ્લંબર, નાની કરિયાણા દુકાન, ફેરિયાઓ, રીક્ષાચાલક વગેરેને વ્યાજનો બોજ વહન ન કરવો પડે તે કારણે રાજ્ય સરકાર બાકીના 6 ટકા વ્યાજ ભરશે. 


આ મહત્વપૂર્ણ યોજના અંતર્ગત આવી લોન સહાય અંતર્ગત અંદાજે 5 હજાર કરોડનું ધિરાણ પુરૂં પાડી લોકડાઉનની સ્થિતીમાંથી નાના ધંધો વેપાર-વ્યવસાયિકોને આર્થિક આધાર આપી પૂન: પૂર્વવત કરવામાં અને 10 લાખ લોકોને આત્મનિર્ભર બનવામાં રાજ્ય સરકાર સહાયક બનશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર