Vav Assembly By Election 2024: જેમ જેમ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.. ફોર્મ ચકાસણીના દિવસે કુલ 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. જોકે, એક ચિત્ર હજુ પણ સ્પષ્ટ થયું નથી. જી હાં, આ ચિત્ર છે માવજી પટેલનું...અપક્ષ ચૂંટણી લડી રહેલા માવજી પટેલ લડવા માટે મક્કમ છે તો બીજી તરફ ભાજપ તેમને મનાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્યનારાયણની કથા બંધ કરાવી બરાબરના હલવાણા જયંત પંડ્યા? સમગ્ર હિંદુ સમુદાયમાં આક્રોશ


ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પ્રચારમાં પૂરે પુરું જોર લગાવી દીધું છે. ક્યારેક સમાજના નામે તો ક્યારેક પાઘડીની લાજ રાખવાના નામે સ્વરૂપજી ઠાકોર મત માગી રહ્યા છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે માહોલ જામ્યો છે. પ્રચારના પડઘમ વચ્ચે મતદારોને રીઝવવા માટેના ભરપૂર પ્રયાસ થઈ રહ્યા છે ભાજપના ઉમેદવારે તો વાવની જનતાને કહી દીધું કે, પાઘડીની લાજ રાખવી તમારા હાથમાં છે. તમને યાદ હશે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠામાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ કંઈક આ જ રીતે જનતા પાસેથી લાજ રાખવાની અપીલ સાથે મત માગ્યા હતા.. 


IPS હસમુખ પટેલને ગુજરાત સરકારે સોંપી મોટી જવાબદારી, બનશે GPSCના નવા ચેરમેન


જોકે, ભાજપનું એક કોંકડું હજુ પણ ગૂંચવાયેલું છે.. અપક્ષ ઉમદેવારી નોંધાવી રહેલા માવજી પટેલ કોઈપણ કાળે ચૂંટણીમાં પીછેહઠ કરવા તૈયાર નથી. માવજી પટેલે સ્પષ્ટ કહ્યું કે, ભાજપે મારી સાથે અન્યાય કર્યો છે અને હું ફોર્મ પાછું નહીં ખેચું. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત 20 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે ફોર્મ ચકાસણીનો દિવસ હોઈ અનેક દાવેદારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં પહોંચ્યા હતા. ત્યારે ચકાણસીને અંતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં. 


આ આગાહી પર એક નજર કરવા જેવી ખરી! ગુજરાતીઓ સારા પ્રસંગો લેતા હોય તો ખાસ જાણી લેજો!


વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 20 ઉમેદવારોએ 27 ફોર્મ ભર્યા હતા. સુઇગામ પ્રાંત કચેરી ખાતે આજે ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ હતી. ફોર્મ ચકાસણી દરમિયાન 8 ફોર્મ રદ કરાયા છે.. 30 ઓક્ટોમ્બરે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફોર્મ ચકાસવાની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વાંધો રજૂ કરાયો હતો. વાવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર નિરૂપા માધુએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં વાંધા કાઢી ફોર્મ રદ કરવાની રજુઆત કરી હતી.. ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરનું નમુના 26 નું સોગંદનામુ કરવા માટેનો સ્ટેમ્પ સામે વાંધો ઉઠાવાયો હતો.


જો તમે 25 નવેમ્બર પહેલા આ કામ ના કર્યું તો PM કિસાન યોજનાનો લાભ નહીં મળે, જાણો શું..


વાવ બેઠક ઉપર ઠાકોર, દલિત, માલધારી, ચૌધરી મતદારો નિર્ણાયક છે. બેઠક પર મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે. ગુજરાતની રચના થઇ ત્યારથી 1990 સુધી કોંગ્રેસનો દબદબો હતો. 1995માં અપક્ષ અને 2007-2012માં બેઠક પર ભાજપની જીત થઇ હતી.