બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાતમાં ચોથી લહેર આવી ગઈ છે, તેવા શોકિંગ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. ઓમિક્રોનના નવા XE વિરિયેન્ટનો કેસ વડોદરામાં નોંધાયો છે. વડોદરા ના ગોત્રીના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને તપાસતા તેમના રિપોર્ટમાં xe મળી આવ્યો છે. હાલ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તંત્ર દ્વારા તપાસ શરૂ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈથી વડોદરા આવેલા શખ્સનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતનો પહેલો XE વેરિયન્ટ કેસ વડોદરામાંથી મળી આવ્યો છે. મુંબઈથી વડોદરા આવેલા શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી મૂળ વડોદરાનો નથી. મુંબઇથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા છે. જે XE વોરિયન્ટનો ગુજરાતનો પ્રથમ કેસ છે. મુંબઇથી શખ્સ પોતાની પત્ની સાથે 12 માર્ચના રોજ આવ્યો હતો. જેના બાદ તે એક ખાનગી હોટેલમાં રોકાયો હતો. જ્યા તાવ આવતા તેણે ખાનગી લેબમાં RTPCR રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. જોકે, તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના બાદ શખ્સ પરત મુંબઈ ફર્યો હતો. હાલ દર્દી સંપર્ણ સ્વસ્થ છે. હાલ આ બંનેના કોઈ અતાપતા નથી. XE વોરિયન્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. શખ્સની ટ્રાવેલ હિસ્ટ્રી શોધવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ફરવા માટે ગુજરાતનું આ લોકેશન છે સાવ નવુ, ગરમીમાં પણ હિમાલયની ઠંડીનો અહેસાસ કરાવી દેશે


ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ 
રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો હતો. યુનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 


દેશમાં પહેલો કેસ મુંબઈમાં 
કોવિડ 19 વધુ સંક્રમણ સ્વરૂપ એક્સઇનું પહેલો કેસ મુંબઇમાં સામે આવ્યો હતો. ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રીકાથી મુંબઇ આવેલી એક મહિલામાં ઓમિક્રોના આ ઉપ સ્વરૂપના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. મહિલામાં કોઇપણ પ્રકારના લક્ષણ ન હતા. અને તે સાજી થઇ ગઇ છે. 


આ પણ વાંચો : ગુજરાતના આ શહેરોમાં છે ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 45 ને પાર પહોંચી જશે


બીએ 2 સ્ટ્રેનથી 10% વધુ ઘાતક
કોરોનાનો નવો મ્યૂટેંટ વેરિએન્ટ XE ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ 2 થી લગભગ 10 ટકા વધુ સંક્રમક હોઇ શકે છે. તેને લઇને ડબ્લ્યૂએચઓએ તેને લઇને ચિંતા વ્યક્ત કરી છે. XE ઓમિક્રોના બે સબ લીનેજ બીએ 1 અને બીએ 2 નું રીકોમ્બિનેંટ સ્ટ્રેન છે. ડબ્લ્યૂએચઓ કહી ચૂક્યું છે કે જ્યાં સુધી તેના ટ્રાંસમિશન રેટ અને બિમારીના વ્યવહારમાં મહત્વપૂર્ણ ફેરફાર દેખાતા નથી ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિએન્ટ સાથે જોડીને જોવામાં આવશે. 


સૌથી પહેલાં યૂકેમાં મળ્યો XE સ્ટ્રેન
XE સ્ટ્રેન પહેલીવાર યૂકેમાં 19 જાન્યુઆરીએ મળી આવ્યો હતો અને ત્યાંથી 600થી વધુ XE કેસની પુષ્ટિ થઇ ચૂકી છે. બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીની મુખ્ય ચિકિસ્સા સલાહકાર સુજૈન હોપકિંસનું કહેવું ચેહ કે અત્યાર સુધી તેની સંક્રમકતા ગંભીરતા અથવા તેના વિરૂદ્ધ કોવિડ 19 રસીકરણની પ્રભાવશીલતા વિશે નિષ્કર્ષ કાઢવા માટે પુરતા પુરાવા નથી. 


આ પણ વાંચો : ગોધરામાં યુવકોને પ્રેમ પ્રકરણમાં અપાઈ તાલિબાની સજા, થાંભલા સાથે બાંધી માર મરાયો


XD વેરિએન્ટ પર પણ છે WHO ની નજર
WHO એ રિપોર્ટમાં કહ્યું કે તે XE જેવા રીકોમ્બિનેંટ વેરિએન્ટ પહેલાંવાળા ખતરાને સતત મોનિટર કરી રહ્યા છે. તેના સાથે જોડાયેલા પુરાવા સામે આવતાં જ અપડેટ આપશે. XE ઉપરાંત WHO અન્ય રીકોમ્બિનેંટ વેરિએન્ટ XD પર નજર રાખવામાં આવી રહી છે. જે ડેલ્ટા અને ઓમિક્રોનનું હાઇબ્રિડ છે. તેના સૌથી વધુ કેસ ફ્રાંસ, ડેનમાર્ક અને બેલ્ઝિયમમાં મળી આવ્યા છે.