ઓ બાપ રે! દૂઘના ટેન્કરમાંથી સેમ્પલ લીધું તો હલી ગયું તંત્ર, આ ડેરીનું 10 હજાર લીટર દૂધ ઢોળી દીધું
તમને જાણીને નવાઈ લાગશે પણ દૂધમાં સૌથી મોટી ભેળસેળનો ખુલાસો થયો છે. દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જે પાવડર દૂધમાં ભેળવવાથી દૂધ ઘટ્ટ બને છે. દૂધ એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે. આ સમયે દૂધના એક ટેન્કરની તપાસમાં ભેળસેળ હોવાનું પૂરવાર થતાં જ ગુજરાતમાં હલચલ મચી ગયું છે.
ઝી બ્યુરો/બનાસકાંઠા: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે રૂ. 4.17 લાખની કિંમતનો 10,000 લીટર જેટલો ભેળશેળયુક્ત દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો રૂ. 83,000ની કિંમતનો 307 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી; આ જિલ્લાઓ ચિંતાતૂર, આવી રહ્યું છે મોટું સંકટ, હવે પડશે કરા
તેમણે વધુ વિગતો આપતા ઉમેર્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઇ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરતા ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. આ ટેન્કર પાલનપુરના મે. સધી માં મિલ્ક પ્રોડક્ટ્સને દૂધ પૂરું પાડવા જઈ રહ્યું હતું. પેઢીના માલિક લક્ષ્મણભાઈ મોદીની હાજરીમાં દૂધના 11 નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ દૂધનો રૂ. 1.68 લાખની કિંમતનો 4781 લીટર જથ્થો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ
દૂધનો આ જથ્થો ગાંધીનગરની મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગર ટીમ દ્વારા પેઢી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢી દ્વારા ઉત્પાદિત થતા દૂધની તપાસ કરતા તેમાં પણ માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી. જેના આધારે પેઢીના મેનેજર મહેન્દ્રભાઈ શુક્લાની હાજરીમાં દૂધના ૭ અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો 01 નમૂનો મળી કુલ 08 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ. 2.5 લાખની કિંમતનો 5,000 લીટર દૂધનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
કોણ છે શ્રીબાઈ માતાજી: પ્રજાપતિ સમાજના કેમ કહેવાય છે આરાધ્ય દેવી, 400 કિલોનો છે ઘંટ
આ ઉપરાંત પેઢીમાંથી પનીર અને ચીઝ જેવી દૂધની બનાવટોની તપાસ કરતા તે પણ શંકાસ્પદ જણાઈ હતી. પેઢી ખાતેથી ચીજનો 01 અને પનીરના 02 મળી કુલ 03 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રૂ. 82,976ની કિંમતનો આશરે 307 કિ.ગ્રા. શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી કોણ હર્ષ સંઘવી કે 'અલ્પેશ સંઘવી'. ભાજપના આ નેતાની જીભ લપસી