ભરઉનાળે ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

ભરઉનાળે ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશાં લોકોના હિત માટે અનેક સંવેદનશીલ નિર્ણયો માટે જાણીતા છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારે ફરી એકવાર સુરેન્દ્રનગરવાસીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ભૂપેન્દ્ર પટેલે સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય લીધો છે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે. 

સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન
લોકપ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની રજૂઆતોને ભૂપેન્દ્ર પટેલે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી તાલુકાના ગામોના તળાવ, ચેકડેમ નર્મદાજળથી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે. 

 ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને લાભ
આ વિશે વિગતવાર જણાવીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.

સીએમ ભૂપેન્દ્ર પટેલે 417 કરોડને વહીવટી મંજૂરી આપી
મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રી ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે.

નોંધનીય છે કે, આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Gujarat Chief MinisterBhupendra Patelimportant decisionSurendranagarસુરેન્દ્રનગરવાસીઓમહત્વનો નિર્ણયસિંચાઈ સુવિધાત્રણ તાલુકાના 45 ગામોનર્મદાનું પાણી મળશેવહિવટી મંજૂરીલોકપ્રતિનિધિઓસ્થાનિક આગેવાનોખેડૂતોસકારાત્મક પ્રતિસાદધ્રાંગધ્રાવઢવાણમુળી તાલુકાગામોના તળાવચેકડેમનર્મદાજળરાજ્ય સરકારનું આયોજનgujaratgandhinagarSmart VillageBhupendra Patel GovernmentdevelopGujarat villagesLotteryસ્માર્ટ વિલેજભૂપેન્દ્ર પટેલભૂપેન્દ્ર પટેલ સરકારગુજરાતના આ 35 ગામનો કરશે વિકાસકયા ગામને લોટરી લાગીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેરસ્માર્ટ વિલેજને મળશે પાંચ લાખગ્રામ પંચાયતના વિકાસ કામોસ્વભંડોળસ્માર્ટ વિલેજ યોજનામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલગાંધીનગરમુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાUrban Development SchemeCM Bhupendra PatelSwarnim Jayantiગુજરાતી સમાચાર

Trending news