નિધિરેશ રાવલ/ ગાંધીધામ: અંજારમાંથી (Anjar) ટ્યૂશન જતી બાળકીનું અપહરણ (Girl Kidnapping) કરી તેની મુક્તી માટે રૂપિયા 10 કરોડની માંગણી (Ransom) કરનાર ચાર આરોપીઓને પોલીસે (Police) ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જો કે, બાળકીના અપહરણ બાદ પોલીસે (Anjar Police) તેને સલામત બચાવી વાલીઓને સુપ્રત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંજાર ટ્યૂશન જતી બાળકીનું અપહરણ (Girl Kidnapping) કરી ખંડણીની (Ransom) માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે (Anjar Police) અલગ-અલગ ટીમો બનાવી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા અંગે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પી.આઇ. રાણાને ખાનગી રાહે આરોપીઓ અંજારમાં (Anjar) હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવી આરોપીઓને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઇલ ફોન સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.


આ પણ વાંચો:- IIT, IIM, JEE અને NEET પરીક્ષાના કોચિંગ માટે રાજ્યમાં ચાર ઝોનમાં નવા કોચિંગ ક્લાસ શરૂ કરાશે


આ આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે રાજ ફિલ્મ માર્કેટિંગનું કામ કરતો હતો અને આરોપી રવજી ઉર્ફે રવીને વિદેશ જવું હોઈ તેઓને રૂપિયાની જરૂરિયાત હતી. આરોપી હિતેશ રાજ તથા આરોપી ઉપેન્દ્ર વિશ્વકર્મા કે જે અગાઉ ફરિયાદીની દુકાનમાં કામ કરતો હતો. તેણે જણાવ્યું હતું કે, ફરિયાદી પાસે ઘણા રૂપિયા હોવાની આરોપીઓને વાત કરી હતી.


આ પણ વાંચો:- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ભાજપમાં ભડકો, 8 સભ્યોને કર્યા સસ્પેંડ


આરોપીઓ સાથે મળીને બનાવના એકાદ મહિના પહેલા ફરિયાદીની દીકરીનું અપહરણ કરી તેની મુક્તી માટે રૂપિયાની માંગણી કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓએ આ કામ માટે ફરિયાદીની દીકરી અંજારમાં ટ્યૂશન જતી હોઈ જેથી તે ક્યારે અને કયા સમયે અને કયા રસ્તે આવ-જા કરે છે તે સહિતની રેકી કરી હતી.


આ પણ વાંચો:- ગુજરાતીઓ માટે ખતરાની ઘંટી, કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ; જાણો આજે કેટલા કેસ નોંધાયા


બાળકીનું અપહરણ કરી ફરિયાદી પાસે તેની મુક્કી અંગે રૂપિયા 10 કરોડની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાતા તે સમયે પોલીસ દ્વારા તત્વરીત કામગીરી કરવામાં આવી હતી. જેથી આરોપીઓએ અપહરણ કરેલી બાળકીને બીજા દિવસે સવારમાં ભુજ મુકી દીધી હતી જેને પગલે વાલીઓને સુપ્રત કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- જમાઈ બન્યો જમ: PSIની પરીક્ષામાં પાસ ન થતા કર્યું એવું કામ કે સસરા સલવાઈ ગયા


આ અંગે અંજાર ડીવાયએસપી ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે એક આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચો:- ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે લાગી આગ


ઝડપાયેલા આરોપીઓ
(1) હિતેશ ઉર્ફ રાજ જંયતીલાલ કાતરીયા (સોરઠીયા) ઉ.વ.૩૨ રહે. પ્લોટ નં-૧૭, જુની કોર્ટની સામે, વિજયનગ૨, અંજા૨ મુળ ૨હે.નાગો૨ તા.ભુજ
(2) રવજીભાઈ ઉર્ફ રવી ખીમચ્છમાઈ હડ્યિા (સોરઠીયા) ઉ.વ.33 ૨હે. મ, નં-૨૭૧, વિજયનગ૨, અંજાર
(3) વિકાસ થારામ કાતરીયા (સોરઠીયા) ઉ.વ.૨૪ ૨હે. રાજકાપડીદાદાનગ૨,દબડા,અંજાર મુળ રહે.નાગોર તા.ભુજ
(4) હસમુખ બાબુભાઈ માળી ઉ.વ.રપ હાલે ૨હે.ચિત્રકુટ-૨, અંજા૨ મુળ ૨હે.ડેડુડી તા-થરાદ જી.બનાસકાંઠા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube