દમદાટી કરતા જતા જ ખુલ્લી પડી નકલી PSI ની પોલ, નીકળ્યો સિક્યુરિટી ગાર્ડ

પોલીસ સબ ઇન્સપેક્ટર (Police Sub Inspector) બનવાનું સપનું પૂરૂં ન થતા એક યુવક નકલી પીએસઆઇ (PSI) બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ (Fake PSI) અસલી પોલીસના હાથે ઝડપાયો છે

દમદાટી કરતા જતા જ ખુલ્લી પડી નકલી PSI ની પોલ, નીકળ્યો સિક્યુરિટી ગાર્ડ
  • PSI બનવાનું સપનું સાકાર ન થતા બન્યો નકલી PSI
  • PSIની પરીક્ષામાં પાસ ન થતા બન્યો નકલી PSI
  • યુનિફોર્મ પહેરી વૈભવી કારમાં નકલી PSI બની મારતો રોફ

ઉદય રંજન/ અમદાવાદ: પોલીસ સબ ઇન્સપેક્ટર (Police Sub Inspector) બનવાનું સપનું પૂરૂં ન થતા એક યુવક નકલી પીએસઆઇ (PSI) બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરી રોફ જમાવવા જતાં નકલી પીએસઆઇ (Fake PSI) અસલી પોલીસના હાથે ઝડપાયો છે. રામોલ પોલીસે (Ramol Police) નકલી પીએસઆઇને અને તેના સસરાની ધરપકડ કરી છે.

પોલીસે (Ramol Police) બે શખ્સની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી જગતસિંહ બીહોલા નકલી પીએસઆઇ છે અને અન્ય શખ્સ કનું પટેલ જે નકલી પીએસઆઇના (Fake PSI) સસરા છે. જાણીને નવાઈ લાગશે કે, નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલાએ પોતાના સાસરિયામાં પોતે PSI હોવાનું કહ્યું હતું. જેના કારણે સસરા કનું પટેલને જમાઇના ભરોસામાં જેલ જવાનો વારો આવ્યો છે. આ ઘટના અંગે વાત કરીએ તો રામોલ વિસ્તારમાં એક કાર લઇને વ્યક્તિ પસાર થતો હતો.

ત્યારે પોલીસને શંકા જતા તેની કાર અટકાવી અને ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. પોલીસ પૂછપરછમાં જણવા મળ્યું કે, તેનું નામ કનુભાઈ પટેલ છે તેને પહેલા તો પોલીસને કહી દીધું કે, મારો જમાઈ પીએસઆઇ છે અને હમણાં આવશે. જેથી થોડીવારમાં એક વૈભવી કાર લઇને પીએસઆઇની વર્દીમાં એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. અસલી પોલીસ બની પહોંચેલા વ્યક્તિનું નામ જગતસિંહ બીહોલા હતું. તેણે પોતાની ઓળખ PSI તરીકે આપી હતી. પોલીસને શંકા જતા તપાસ કરતા નકલી પીએસઆઇ નીકળ્યો હતો.

પકડાયેલ નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલાને બી.એ વિથ ઇંગ્લીશમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને પીએસઆઇ બનવાનું સપનું હોવાથી પાંચ વખત પીએસઆઇમાં ભરતી થવા ફોર્મ ભરી પરીક્ષા પણ આપી હતી. પરંતુ પાસ ન થતા પોતે નકલી પીએસઆઇ બની ગયો હતો અને તેણે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આઇડી કાર્ડ બનાવ્યું અને તેના પરથી મેઘાણીનગરમાં યુનિફોર્મ સિવડાવ્યો હતો.

ત્યારબાદ યુનિફોર્મ પહેરી નકલી પીએસઆઇ જગતસિંહ બીહોલા વૈભવી ગાડીમાં રોફ જમાવતો હતો. એટલું જ નહીં નકલી પીએસઆઇ પોતાના સાસરિયામાં ખોટું બોલીને કહ્યું હતું કે, પોતે પીએસઆઇ છે અને અગાઉ સસ્પેન્ડ થઈ ગયો હોવાથી લુણાવાડા ખાતે ફરજ બજાવે છે. જો કે, આરોપી જગતસિંહ ઓએનજીસી બેરલ લાઇન પર સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરે છે. ઉલ્લેખનીય છે કે, આરોપીના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે.

પોલીસ તપાસમાં આરોપીના પાડોશી એવા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ રહે છે. જેમણે પણ નકલી પીએસઆઇ જગતસિંહ ખોટી કેફિયત આપીને કહ્યું કે, પહેલા રેલવેમાં પીએસઆઇ તરીકે હતા. ત્યાં સસ્પેન્ડ કરી દીધા બાદ લુણાવાડા મુક્યો છે. જેથી નકલી પીએસઆઇ પોતાની ખોટી ઓળખ આપતો હતો. ત્યારે રામોલ પોલીસે નકલી પીએસઆઇની ધરપકડ કરી તેની બે વૈભવી ગાડી અને મોબાઈલ મળી કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news